Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેનની તસવીર સામે આવી

અમદાવાદ: ભારત સ્થિત જાપાની દૂતાવાસે જાપાની બુલેટ ટ્રેનની તસવીર જાહેર કરી છે. તસવીરમાં આ ટ્રેન ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. લોકો આ ટ્રેનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ કરી રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના ખતમ કરવા માટે ૨૦૨૩-૨૪ સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

જાપાનની આ બુલેટ ટ્રેનને મોડિફાઈ કરીને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ ખતમ કરી લીધી છે.

બુલેટ ટ્રેનના ૫૦૮ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ રૂટ પર તે ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તેવી ઉમ્મીદ કરાઈ રહી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૦૫ કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે. અનુમાન છે કે આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ ૩૭૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર ૨ કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.

રેલવે મંત્રીએ જૂનમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે, જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને ૨૦૨૩ સુધીમાં ખતમ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં ઘણી સમસ્યો વચ્ચે આવી રહી છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરવાના આદેશ આપ્યા હતા. આ બાદ જેમની પાસેથી જમીન લેવામાં આવી રહી છે, તેવા આદિવાસીઓ અને ખેડૂતોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.