Western Times News

Gujarati News

મ્યુકરમાયકોસિસથી ડરવાની નહીં તેની વૈજ્ઞાનિક સમજ જરૂરી

અમદાવાદ, દિલ્લી અને અમદાવાદમાં ‘મ્યુકરમાયકોસિસ’ના કેસ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોનાને માત આપનારા પણ ડાયાબિટીસ પીડિત દર્દીઓમાં આ રોગ જાેવા મળી રહ્યો છે. જાેકે, આ ‘મ્યુકરમાયકોસિસ’ નામનો આ રોગ નવો નથી, પણ જવલ્લે જ જાેવા મળતો રોગ છે.’મ્યુકરમાયકોસિસ’ના દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધુ જાેવા મળી રહ્યા છે. જેને લઈને લોકોમાં ગભરાટનો માહોલ દેખાઈ રહ્યો છે, ત્યારે લોકોએ આ રોગથી ડરવાને બદલે તેની વૈજ્ઞાનિક સમજ જરૂરી છે.
તબીબોના કહેવા મુજબ ‘મ્યુકરમાયકોસિસ’ના કિસ્સા જવલ્લે જ જાેવા મળે છે. પરંતુ તેમાં મૃત્યુદર ખૂબ જ વધારે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ‘મ્યુકરમાયકોસિસ’નું અસ્વાભાવિક પ્રમાણ જાેવા મળતા ફરી આ રોગ ચર્ચામાં આવ્યો છે. ‘મ્યુકરમાયકોસિસ’ રોગથી લડી શકાય છે, એટલે તેનાથી ડરવાની જરૂર નથી. ફક્ત તકેદારી રાખવી જરૃરી છે. હાઈરિસ્ક ગ્રૂપમાં આવતા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૃર છે.

મ્યુકરમાયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આ ફૂગ પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જાેવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડાં, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાંથી આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર(અંકુર)હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારકશક્તિ ધરાવતા લોકોને આ ફૂગ બહુ અસર કરતી નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ગંભીર હોય છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા સ્ટેરોઈડ અને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફ્રજ પડે છે. આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને થોડી બ્રેક મારી ધીમી પાડવી પડે છે. જેનો લાભ આ ફૂગ ઝડપી લે છે.

રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા વ્યક્તિઓને આ રોગ થવાની શક્યતા રહેલી છે. તેમાય ખાસ કરીને ડાયાબિટીસ (ડાયાબિટિક કીટોએસીડોસિસ હોય એ લોકોને વધુ), કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ઉમ્ઝ્‌ર (વ્હાઈટ બ્લડ સેલ)નું ખૂબ જ ઓછું પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય , આયર્ન અતિ માત્રામાં હોય (હેમોક્રોમાટોસિસ), ચામડી પર ઊંડો ઘા થયો હોય તે પરિસ્થિતિમાં ‘મ્યુકરમાયકોસિસ’નો ચેપ લાગવાનો ભય રહે છે. ‘મ્યુકરમાયકોસિસ’ રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. આ રોગ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી નાક વાટે શરીરની અંદર ઘૂસી શકે છે. આ ઉપરાંત ચામડીનો ઊંડો ઘા પણ ફૂગને રસ્તો આપી શકે છે.

‘મ્યુકરમાયકોસિસ’રોગથી બચવાના ઉપાય અને લક્ષણોમાં સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્ક સૌથી સારો ઉપાય છે. વધુ જાેખમ ધરાવતાં લોકો માટી કે ધૂળના સંપર્કમાં આવવાનું ટાળે. આખી બાંયના કપડાં, શૂઝ અને માટી-કાદવ સાથે કામ કરતાં ગ્લોવ્ઝ પહેરવા- જાે નાક વાટે ફૂગ પ્રવેશી હોય અને સાયનસ તેમજ મગજમાં પ્રસરી રહી હોય તો એક બાજુનો ચહેરો ફૂલી જવો/સોજાે આવી શકે. નાક બંધ થઈ જવું. ઉપરના ભાગે કાળો ચકામા થવા. ફૂગ ફેફ્સાંમાં પ્રવેશે તો તાવ અને ખાંસી જેવાં લક્ષણો. ફૂગ ચામડી વાટે પ્રવેશો તો ત્યાં ચાંદાં જેવું થઈ જાય અને એ ભાગ કાળાશ પણ પકડી શકે છે.

એક ચેસ્ટ ફિઝિશિયનના જમાવ્યા અનુસાર નેસલ ( નાકની) એન્ડોસ્કોપી દ્વારા નાક અને સાયનસનું પરીક્ષણ થાય છે. નાકમાંથી ગંદી વાસ આવતી હોય , નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય છે.

લાળ, ગળફં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય છે. પ્રવર્તમાન સમયમાં અત્યાધુનિક સીટી સ્કેન કે એમઆરઆઈ દ્વારા ફૂગ (મ્યુકરમાયકોસિસ)ની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે, તે શોધી શકાય છે. ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી તે પણ નક્કી કરી સારવાર કરાય છે. એક ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટના અનુસાર આ એક જીવલેણ ફૂગ છે. આ ફુગ કેન્સર કરતા પણ ડબલ ઝડપથી ફેલાય છે. નાક, આંખ અને મગજના સ્નાયુ તથા હાડકાંને ચાવી કાઢે છે. આ રોગની સારવાર ખર્ચાળ છે. ‘મ્યુકરમાયકોસિસ’ની વહેલી તકે નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો આ રોગ દૂર થઈ શકે છે, અને દર્દીનો જીવ પણ બચાવી શકાય છે. અનકંટ્રોલ સુગરના દર્દીઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે. હાલ, કોરોનાના દર્દી સાજા થયા બાદ તેઓમાં આ રોગ દેખાયો ત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.