Western Times News

Gujarati News

10 કરોડ લિટરથી વધુ દૂધ રેલવે દ્વારા લોકો સુધી પહોંચાડાયું

અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલ્વેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૂધ સ્પેશિયલ ટ્રેન ચલાવીને રેકોર્ડ 10.06 કરોડ લિટર દૂધ લોડ કરીને એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. Ahmedabad division of Western Railway creates a record by loading 10.06 crore litres of milk this year

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે પાલનપુરથી હિન્દ ટર્મિનલ (પલવલ) સુધી ભારતીય રેલ્વે દ્વારા સૌથી વધુ 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો હાલના કોરોના સમય દરમ્યાન ચલાવીને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત પુરવઠો ચાલુ રાખવામાં આવ્યો છે.

મંડલે ગયા વર્ષ 2019-20માં 110 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું, જેમાં વધારો કરતા વર્ષ 2020 – 21 માં અત્યાર સુધીમાં 132 રેક ચલાવીને 10 કરોડ લિટરથી વધુ દૂધ પૂરા પાડવામાં આવ્યું છે, જે સંપૂર્ણ ભારતીય રેલ્વેમાં એક રેકોર્ડ છે. આ સાથે મંડલે ગયા વર્ષે રૂ .12.39 કરોડની તુલનામાં રૂ. 5 કરોડ વધુ 17.44 કરોડની આવક મેળવીને તેની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

શ્રી ઝાના કહેવા મુજબ, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલ્વેનું અગ્રણી મંડળ છે જ્યાંથી મહત્તમ દૂધની ટ્રેનો ચલાવીને લોકોની જરૂરિયાતો પૂરી થાય છે, સાથે સાથે આવક પણ થઈ રહી છે. તેમણે આ સિધ્ધિ બદલ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. જેના અથાક પ્રયત્નોથી આ શક્ય બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.