Western Times News

Gujarati News

ભાજપ બંગાળમાં ડબલ ડિઝિટ માટે પણ સંધર્ષ કરશે : પ્રશાંત

કોલકતા: પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ વિધાનસભાની ચુંટણી થનાર છે આ પહેલા સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ ટીએમસીના નેતા સતત પાર્ટીનો સાથ છોડી બીજી પાર્ટીઓ સામેલ થઇ રહ્યાં છે. પાર્ટી પોતાના બળવાખોરોને રોકી શકતી નથી પાર્ટીની અંદર બળવાના સુર સતત તેજ થઇ રહ્યાં છે આવામાં પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટીના ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફે પીકેથી ખુબ નારાજ છે. આ દરમિયાન પીકેએ ભાજપને લઇ એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપ રાજયમાં ડબલ ડિઝીટના આકડાને પણ સ્પર્શ કરી શકશે નહીં જયારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્ર કૈલાશ વિજયર્ગીયે તેમના પર પલટવાર કર્યો તેમણે કહ્યું કે ચુંટણી બાદ દેશને એક ચુંટણી રણનીતિકાર ગુમાવવો પડશે

પ્રશાંત કિશોરે ટ્‌વીટ કરી રહ્યું કે મીડિયાનો એક વર્ગ ભાજપના સમર્થનમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે વાસ્તવમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં ડિઝીટ આંકડા માટે સંધર્ષ કરશે મહેરબાની કરી આ ટ્‌વીટને સેવ કરી રાખો અને જાે ભાજપ તેનાથી સારૂ પ્રદર્શન કરે છે તો આ કામ છોડી દઇશ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે પ્રશાંત કિશોર પર ટીપ્પણી કરતા કહ્યું કે ભાજપની બંગાળમાં જ સુનામી ચાલી રહી છે સરકાર બનાવ્યા બાદ આ દેશને એક ચુંટણી રણનીતિકાર ગુમાવવો પડશે

દરમિયાન ટીએમસી સુત્રોએ કહ્યું કે મમતા બેનર્જીએ પીકેને અલ્ટીમેટમ આપ્યું છે જાે તે સ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેશે તો ખુદ મમતા આખીરી નિર્ણય લેશે સુવેદુ અધિકારી સહિત અનેક નેતા પાર્ટી છોડયા બાદ પાર્ટી હવે ડેમેજ કંટ્રોલમાં લાગી છે.ને ખુદ મમતાજી પાર્ટીની તિરાડને સાંધવા માટે મેદાનમાં આવ્યા છે. પાર્ટી નેતાઓનુ કહવું છે કે પાર્ટીમાં બળવો પીકે અને તેમની કંપની આઇ પૈકના કારણે થયો છે નારાજ નેતાઓનું કહેવુ છે કે આ લોકો પાર્ટીન જનતાની નહીં કોર્પોરેટ અંદાજમાં ચલાવવા ઇચ્છે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.