Western Times News

Gujarati News

1 જાન્યુઆરી 2021થી અમલી બનતા ઇ-ઇનવોઇસિંગ માટે ટેલી પ્રાઈમ રિલીઝ 1.1 રજૂ કરશે

ટેલી સોલ્યુશન્સે તેની નવી ઓફરિંગ દ્વારા ઇ-ઇનવોઇસિંગ માટે એન્ડ-ટુ-એન્ડ કનેક્ટેડ એક્સપિરિયન્સ પ્રદાન કર્યો

જીએસટી માળખા હેઠળ ઇ-ઇનવોઇસિંગના અમલીકરણથી વાર્ષિક રૂ. 100 કરોડ અને વધુ ટર્નઓવર ધરાવતા બી2બી બિઝનેસિસ 1 જાન્યુઆરી 2021થી અનુપાલનના નવા કાર્યક્ષેત્ર હેઠળ આવી જશે. આ બિઝનેસિસ બદલાવ માટે સક્ષમ બને તથા અત્યંત સરળતાથી ઇ-ઇનવોઇસિંગનું સંચાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતના અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર ટેલી સોલ્યુશન્સ નવું સંપૂર્ણ કનેક્ટેડ સોલ્યુશન અમલીકરણની તારીખ પહેલાં ટેલીપ્રાઇમ રીલિઝ 1.1 રજૂ કરશે.

આ લોંચ અંગે પ્રતિક્રિયાં આપતાં ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ ગોએન્કાએ કહ્યું હતું કે, ભારત આગામી કેટલાંક મહિનાઓથી અનિવાર્ય ઇ-ઇનવોઇસિંગ માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે અમારા ગ્રાહકો માટે આ કામગીરીનો અનુભવ સરળ રહે તે સુનિશ્ચિત કરવા અમે કામ કરી રહ્યાં છીએ. અમે ટૂંક સમયમાં ટેલીપ્રાઇમ રીલિઝ 1.1 રજૂ કરીશું, જે એન્ડ-ટુ-એન્ડ કનેક્ટેડ ઇ-ઇનવોઇસિંગ ક્ષમતાઓ પ્રદાન કરે છે તેમજ આ દરમિયાન અમે હજારો બિઝનેસિસને તેમના વેપાર ઉપર થનારી અસર અને તેઓ શું કરી શકે છે તે અંગે શિક્ષિત કરવાનું શરૂ કર્યું છે.

ટેલી એક માન્ય જીએસપી (જીએસટી સુવિધા પ્રોવાઇડર) તરીકે ટેલીપ્રાઇમ દ્વારા રીયલ ટાઇમ ઇનવોઇસ મોકલવા માટે સીધા આઇઆરપી (ઇનવોઇસ રજીસ્ટ્રેશન પોર્ટલ) સાથે સંપર્ક કરશે. એકવાર પ્રમાણિત થયાં પછી તે યુનિક આઇઆરએન (ઇનવોઇસ રેફરન્સ નંબર) અને ક્યુઆર કોડની વિગતો આઇઆરપી પાસેથી પ્રાપ્ત કરશે

તેમજ તેના મૂજબ ઇનવોઇસને અપડેટ કરશે. આ તમામ કામગીરી સરળતાથી થશે અને બિઝનેસના માલીકે ક્યુઆર કોડ અને આઇઆરએનને નિયમિત ઇનવોઇસિંગ પ્રક્રિયાના ભાગરૂપે પ્રિન્ટ કરવાનો રહેશે. ઇ-ઇનવોઇસ ઉપરાંત સોફ્ટવેર લાગુ વ્યવહારો માટે ઇ-વે બીલ નંબર્સ જનરેટ કરવામાં પણ મદદરૂપ બનશે.

ઉદ્યોગસાહસિકો વિશેષ ઇ-ઇનવોઇસ રિપોર્ટ અને આઇઆરએન રજીસ્ટરની મદદથી ટ્રાન્ઝેક્શન્સનો સર્વગ્રાહી દ્રષ્ટિકોણ અને અપવાદોનું વ્યવસ્થાપન કરવા માટે પણ સક્ષમ બનશે. ટેલીનું જીએસપી (ટેલી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) આંતરરાષ્ટ્રીય ધોરણો મૂજબ સખત માહિતી ગોપનિયતાની નીતિને અનુસરે છે અને તેને ISO27001:2013 સર્ટિફિકેશન પણ અપાયું છે.

ટેલીપ્રાઇમના યુઝર્સ ઉપયોગી એલર્ટ્સ દ્વારા ઇ-ઇનવોઇસિંગ પ્રક્રિયાના નિયંત્રણમાં રહેશે તથા તેનાથી બિનજરૂરી બાબતોને રોકી શકાશે અને આઇઆરપી સાથે શેર કરાયેલી વિગતો તાજી હોવાનું સુનિશ્ચિત કરી શકાશે. એલર્ટ્સથી ઇ-ઇનવોઇસમાં આકસ્મિક ફેરફાર/ડીલીટ કરવું/કેન્સલ કરવા સામેની સુરક્ષામાં પણ મદદ મળી રહેશે. આ સોફ્ટવેર ઇન્ટરનેટ ડાઉનટાઇમ જેવી ભાગ્યે સર્જાતી સ્થિતિઓના સંચાલનમાં પણ મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.