Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના નવા ૯૯૦ કેસ: ૮ દર્દીનાં મોત

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા છે. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે ૬૨ દિવસ જેટલા લાંબા સમય બાદ કોરોના પોઝિટિવનો આંકડો ૧૦૦૦ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૯૯૦ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૧૮૧ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૨૪૦૯૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૩.૬૯ ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવો સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૫,૬૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૫૬.૮૯ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૨,૭૩,૫૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૧૦,૯૬૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૧૦,૮૫૪ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૫ વ્યક્તિને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૦૮૪૫ એક્ટિવ કેસ છે.

વેન્ટિલેટર પર ૬૬ છે. જ્યારે ૧૦,૭૭૫ લોકો સ્ટેબલ છે. ૨૨૪૦૯૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૨૬૨ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૮ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશન ૩,બનાસકાંઠા ૧, ગાંધીનગર ૧, સુરત ૧, વડોદરા ૧ દર્દી સહિત કુલ ૬ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.