કોરોનાના નવા પ્રકારથી વધારે મોત થઈ શકે છે : સ્ટડીમાં દાવો
નવી દિલ્હી: બ્રિટનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસનો નવા પ્રકાર (સ્ટ્રેન) પહેલાથી વધારે ઘાતક છે અને તેનાથી વધારે લોકો હોસ્પિટલમાં જઈ રહ્યા છે અને વધારે લોકોના મોત થઈ રહ્યા છે. એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત પ્રકારોની સરખામણીમાં નવો સ્ટ્રેન ૫૬ ટકા વધારે ફેલાવનાર છે.
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સેન્ટર ફોર મેથેમેટિકલ મોડલિંગ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝની એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. જાેકે આ વાતનું કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી કે તેમાં ઓછી કે ગંભીર બીમારી થાય છે.
બ્રિટનની સરકારે આ પહેલા કહ્યું હતું કે વાયરસનો આ નવો પ્રકાર ગત પ્રકારોની સરખામણીમાં ૭૦ ટકા વધારે ફેલાવનારો છે. બ્રિટનના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પૈટ્રિક વાલેંસે કહ્યું હતું કે તેના લગભગ બે ડઝન પ્રકાર છે જે કોરોના વાયરસ દ્વારા બનાવેલા પ્રોટિનને પ્રભાવિત કરી શકે છે. ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે પરીક્ષણ, સારવાર અને વેક્સીન જે હાલમાં જ શરૂ થયા છે તે ઓછા પ્રભાવી હોઈ શકે છે.
જાેકે યૂરોપના સ્વાસ્થ્ય નિયામકે કહ્યું કે વેરિએન્ટ કદાચ પહેલા કરતા વધારે અલગ નથી જેનાથી ફાઇઝર ઇંક અને બાયોટેક એસઈના શોટના પ્રભાવમાં કોઈ પ્રકારની અસર પડશે નહીં.
ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક અને સિંગાપુર સહિત દેશોમાં પણ આ સ્ટ્રેન મળી આવ્યો છે. બ્રિટનમાં ૨૧ ડિસેમ્બરે નવા વાયરસ સ્ટ્રેન વીયૂઆઈ-૨૦૨૦૧૨/૦ની જાણ થઈ હતી. આ પછી ભારત સહિત ૪૦થી વધારે દેશોએ બ્રિટનથી આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પ્રતિબંધ લગાવી દીધો છે.