Western Times News

Gujarati News

ફેસબુક ઉપર પ્રેમ થયા બાદ લગ્ન કરી બળજબરીથી સંબંધ બનાવવાનો આક્ષેપ

બંને પક્ષોમાં રાજીખુશીથી સમાધાન થયું હતુંઃ પતિ જામીન વગર પત્નીની સાથે વિશ્વનાથનગરમાં રહેવા ગયો હતો

બેગુસરાય,  બેગૂસરાયમાં પત્નીની એક ભૂલના કારણે પતિ જેલ ભેગો થયો હતો. બંનેએ ફેસબુક ઉપર પ્રેમ કર્યા બાદ ભાગીને લગ્ન કર્યા હતા. ત્યારબાદ પકડાઇ ગયા બાદ પત્નીએ પરિવારજનોના દબાણમાં આવ્યા બાદ કોર્ટમાં ખોટું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સમાધાન બાદ મામલો શાંત થયો હતો. બંને ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ કાયદાની નજરમાં આરોપી ગુનેગાર હતો. બેગૂસરાય પોલીસે તેની ધરપકડ કરી હતી.

મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં આસપાસમાં યુવક અને યુવતી વચ્ચે ફેસબુક દ્વારા ફ્રેન્ડશિપ થઈ હતી. ત્યારબાદ મિત્રતા આગળ વધીને પ્રેમમાં પરિણમી હતી. બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ સ્વજનોએ તેમની શોધ કરી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે પ્રેમી સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

પોલીસે પ્રેમિકાને શોધી કાઢી હતી અને પ્રેમિકાને નિવેદન માટે કોર્ટમાં રજૂ કરાઈ હતી. પ્રેમિકાએ પોતાના પ્રેમી ઉપર બળજબરીથી શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. અંદરો અંદર સમાધન બાદ બંને પક્ષોમાં રાજીખુશીથી સમાધાન થયું હતું. ત્યારબાદ પતિ જામીન વગર પોતાની પત્નીની સાથે વિશ્વનાથ નગરમાં ભાડાના મકાનમાં રહેવા ગયો હતો.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા થકી યુવક યુવતીઓ એક બીજા સાથે મિત્રતા કેળવતા હોય છે અને મિત્રતા પ્રેમમાં પરિણતી હોય એવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. એટલું જ નહીં પ્રેમ લગ્નમાં પણ ફેરવાતો હતો. પરંતુ ક્યારેક આવા લગ્નનો અંગ કરુણ આવતો હોવાની અનેક ઘટનાઓ બની હતી. જાેકે, બિહારના બેગૂસરાયની આ ઘટનાએ જ્યાં પ્રેમિકાની એક ભૂલના કારણે પતિને જેલ ભેગો થવું પડ્યું હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.