Western Times News

Gujarati News

અમદાવાદમાંથી વેપારીના પુત્ર અને  તેના મિત્રનું અપહરણ કરનારા ઝડપાયા

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન – સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર અને તેના મિત્રનું અપહરણ કરી રૂ. ૧ કરોડની ખંડણી માગી હતી.

(તસવીર, જયેશ મોદી) અમદાવાદ, સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર અને તેના મિત્રનું અમદાવાદમાંથી અપહરણ કરી રૂા.૧ કરોડની ખંડણી રાજયભરનું પોલીસતંત્ર સતર્ક બની ગયું હતું અમદાવાદ ક્રાઈમબ્રાંચે આ અંગે ઝીણવટભરી તપાસ કરી ગણતરીના કલાકોમાં જ અપહરણકારોને ઝડપી લઈ બંને યુવાનોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતાં.

સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર અને તેના મિત્રનું અપહરણ કરી રૂ. ૧ કરોડની ખંડણી માગનાર ચાર અપહરણકારોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમજ બન્ને યુવાનને હેમખેમ છોડાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલધડક ઓપરેશન કરી આરોપીઓને પકડી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચે પહેલા વેપારી આઝાદભાઈની ડીલ મુજબ રૂ. ૪૦ લાખ આરોપીઓને આપી તેમના પુત્ર અને મિત્રને છોડાવી લીધો હતો. બાદમાં આરોપીઓને રૂપિયા સાથે શોધખોળ કરી ઝડપી લીધાં હતાં. તેમની પાસેથી રૂ.૪૦ લાખ પણ રિકવર કર્યા હતા. આરોપીઓની ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ હતી. જેમાં અપહરણકાર કહે છે કે, ૧ કરોડ તૈયાર રાખજાે નહીં તો છોકરાનું પાર્સલ લઇ લેજાે.

આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો લાગી હતી. પાડોશીના સાળાએ દેવું થઈ ગયું હોવાથી આખું કાવતરું ઘડી અને અપહરણ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અપહરણકાર બીજું કોઈ નહીં પણ વેપારીના પાડોશી એવા સલીમભાઈનો સાળો સિકંદર હોવાનો ખુલાસો થયો હતો.

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર ગોલ્ડન પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી આઝાદ હુદ્રાનો પુત્ર અને પાડોશી સલીમભાઈનો પુત્ર બંને સલીમના સાળા સિકંદર સાથે અમદાવાદ ખરીદી માટે ૩૧ ડિસેમ્બરના રોજ સવારે નીકળ્યા હતા. બંને મિત્રો વસ્ત્રાલ સ્વામિનારાયણ મંદિર ખાતે મેદાનમાં બેઠા હતા ત્યારે ગાડીમાં આવેલા શખ્સ તમારી પાસે દારૂ છે

ચાલો ગાડીમાં બેસી જાવ કહી લઈ ગયા હતા. ફોન પર અસલાલી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું તેના પિતાને જાણ થઈ હતી. પરંતુ ત્યાં બંને હાજર હતા નહિ. દરમ્યાનમાં સમીરના ફોન પરથી અજાણ્યા શખસે ફોન કરી જણાવ્યું હતું કે તમારો પુત્ર અમારી પાસે છે. એક કરોડ રૂપિયા લઈ હું નક્કી કરું ત્યાં આવવાનું રહેશે.

આ બાબતે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી અમદાવાદ આવ્યા હતા. રાતે ફોન કરી એક કરોડની વ્યવસ્થા કરો અને કાલે બપોરે ફોન કરીશ એમ અપહરણકારો કહ્યું હતું. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ કરવામાં આવી હતી. બીજા દિવસે બપોર સુધી તેઓએ ફોનની રાહ જાેઈ હતી પરંતુ ફોન આવ્યો ન હતો. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી હતી દરમ્યાનમાં સાંજે ફોન આવ્યો હતો કે આણંદ અને બોરસદ તરફ પૈસા લઈ આવવાનું છે.

બાળકોને પણ છોડાવવાના હતા અને આરોપીને પણ પકડવાના હોવાથી ક્રાઈમ બ્રાન્ચના ડ્ઢરૂજીઁ ડી.પી ચુડાસમાની આગેવાનીમાં આખી ક્રાઈમ બ્રાન્ચ આણંદ, તારાપુર, બોરસદ, લીંબડી ચુડા રોડ પર ગોઠવાઈ ગઈ હતી. પહેલા પૈસા આપી બાળકોને મુક્ત કરાવી અને પછી આરોપી પકડવાનું નક્કી કર્યું હતું.

ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે બોરસદથી આગળ અમ્પાડ ગામે રૂ. ૪૦ લાખ આપી બંને યુવાનને મુક્ત કરાવ્યા હતા. ગાડી પરત આપી અને તેઓને લઈ પરત વડોદરા આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી તેઓને ટ્રેક કરતા આણંદ તારાપુર રોડ પર થઈ બગોદરા તરફ જતા હતા.જેથી ક્રાઈમ બ્રાન્ચના તમામ પીઆઇ વેજલકા ગામ પાસે નાકુ બનાવી અને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.

કોઈ ગાડીમાં હોવાની શંકાને લઈ તપાસ કરતા હતા. જાે કે તેઓ મળ્યા નહિ દરમ્યાનમાં એક આઈસર ટ્રકમાં બે આરોપી વિપુલ ઉર્ફે પિન્ટુ આલ (રબારી) (રહે. ઘૂઘરી પાર્ક, સુરેન્દ્રનગર) અને ધર્મેન્દ્ર ઉર્ફે ભીખો પરમાર (રહે. ચુડા, સુરેન્દ્રનગર)ને પોલીસ જાેઈ ગઈ અને બંને ભાગવા જતાં તેઓને ઝડપી લીધા હતા.

આરોપીની પૂછપરછ કરતાં સલીમભાઈના સાળા સિકંદર અને આરોપી વિપુલ આલને દેવું થઈ ગયું હતું. આઝાદભાઈ પાસે રૂપિયા હોવાથી તેઓએ પ્લાન બનાવી અને બે મિત્ર નિલેશ બાર, ધર્મેન્દ્ર પરમારને જાેડે લઈ અપહરણ કરાવ્યુ હતું. બંનેને પહેલા ચુડા ખાતે એક ખેતરમાં લઈ ગયા હતા. બીજા દિવસે સતત ફરતા રહ્યા હતા. રાતે એક હોટલના રૂમમાં રોકાયા બાદમાં પૈસા મેળવી વિપુલ તેમજ ધર્મેન્દ્ર નીકળ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા.

અપહરણકારો દ્વારા આ યુવાનોના પિતાને ફોન કરી રૂ.૧ કરોડની ખંડણી માગતો ઓડીયો વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં અપહ્યત યુવાનોના પિતાને ફોન કરીને જણાવે છે કે, તમારી પાસે કાલે બપોરે ૧૨ વાગ્યા સુધીનો સમય છે. ૧ કરોડ તૈયાર રાખજાે નહીં તો છોકરાનું પાર્સલ લઇ લેજાે. પછી એ પાર્સલ માટે કરોડ આપવા પડે કે દોઢ કરોડ એ તમારે જાેવાનું રહેશે. કાલે બપોરે બાર વાગ્યા સુધી પૈસાની સગવડ કરી લેજાે.

તમારા બંને છોકરાઓ મારી પાસે છે એમ કહી બંને છોકરાઓ સાથે વાત કરીને અંતમાં અપહરણકારો કહે છે કે, કાલે બાર વાગ્યે છેલ્લો કોલ આવશે પછી કોલ નહીં આવે. અપહરણ થયેલા બંને યુવાનોના લાચાર પિતા અપહરણકારોને આજીજી કરે છે કે, આટલી બધી રકમની એક દિવસમાં ક્યાંથી સગવડ થઇ શકે.

તમે કંઇક વ્યાજબી કહો તો હું વ્યવસ્થા કરી આપુ. તમે પાંચ દશ લાખનું કહો તો બે કલાકમાં જ વ્યવસ્થા કરાવી આપુ. પોલીસ કેસ કરો એસીબીમાં જાવ કે ક્રાઈમમાં જાવ એ મારે નથી જાેવાનું. તમારો છોકરો ભૂખ્યો તરસ્યો મરશે એની જવાબદારી તમારી રહેશે. બંને વચ્ચેની લાંબી રકઝક બાદ અંતે રૂ. ૮૦ લાખમાં ડીલ નક્કી થઈ હતી. જેમાં આ ઓડિયો ક્લિપ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અપહરણકારોને ઝડપી લીધા હતા. બંને યુવાનોને છોડાવી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.