Western Times News

Gujarati News

અવકાશી ભંગારની સમસ્યા ટાળવા જાપાન લાકડાનો સેટેલાઈટ બનાવશે

ક્યોટો,  અવકાશમાં સેટેલાઈટ સહિતની ચીજાેના માનવસર્જિત કાટમાળની સમસ્યા ટાળવા માટે જાપાને લાકડાનાં બનેલા સેટેલાઈટનો પ્રોજેક્ટ વિચાર્યો છે. આ સેટેલાઈટ પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ પૃથ્વીના વાતાવરણમાં પાછાં ફરતી વખતે સળગી જશે અને તે રીતે અવકાશમાં ભંગારમાં ઉમેરો નહીં કરે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના કહેવા અનુસાર પાંચ લાખથી વધુ કાટમાળના ટુકડા આપણી ધરતીનું ચક્કર કાપી રહ્યા છે. એમાંથી કેટલાક ટુકડા તેજ ગતિથી ફરી રહ્યા છે, જેના કારણે આપણા સેટેલાઈટ્‌સ કે સ્પેસક્રાફટને નુકસાન પહોંચી શકે તેમ છે. કાટમાળના આ ટુકડાઓના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પણ ખતરો છે.

જાપાનની ક્યોટો યુનિવર્સિટી અનેે કન્સ્ટ્રક્શન કંપની સુમીટોમાં ફોરેસ્ટ્રી વર્ષ ર૦ર૩ સુધી આ સમસ્યાનું સમાધાન શોધવા પ્રયાસ કરી રહી છે. જાપાનના એસ્ટ્રોનોટ અને યુનિવર્સિટી પ્રોફેસર તકાઓ દોઈના કહેવા અનુસાર આ એક ચિંતાનો વિષય છે. તેમણે એમ પણ કહ્યું કે સેટેલાઈટ ધરતીમાં પરત આવતી વખતે સળગી જાય છે અને તેના કાટમાળના ટુકડા વર્ષો સુધી વાયુમંડળમાં ફરતા રહે છે. તેનાથી પર્યાવરણ પર અસર ડે છે.

નાસાના કહેવા અનુસાર આ ટુકડા ૧૭પ૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપ સુધી ગતિ કરવા માંડે છે. જાપાને આનું સમાધાન કાઢવા માટે લાકડાથી બનેલા સેટેલાઈટ્‌સ પર કામ શરૂ કર્યું છે. આ તાપમાનમાં થતા ફેરફાર અને સૂર્યના કિરણો સામે પ્રતિકાર ક્ષમતાથી સજ્જ હશે. આ પોતાની રીતે પ્રથમ એવો પ્રોજેક્ટ છે, તેના માટે ધરતીની વિષમ પરિસ્થિતિઓમાં લાકડીનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ધરતી પર દાખલ થતાં આ સંપૂર્ણ રીતે સળગી જશે અને કોઈ કાટમાળનો ટુકડો રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.