Western Times News

Gujarati News

અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડી

File

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ૨થી ૪ જાન્યુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે આ આગાહીને આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

કડકડતી ઠંડી સાથે વરસાદ ખબકતા લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે મોડીરાતે પંચમહાલ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. રવિવારે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને ભરુચ જિલ્લાના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.

આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આજે વહેલી સવારથી નવસારી જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. નવસારી જીલ્લાના વાંસદા અને ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

લોકો મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવો રે રેઇનકોટ પહેરવો. લોકોએ સ્વેટર સાથે રેઇનકોટનો પણ સહારો લીધો હતો. રવિવારે રાતે પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કલોલમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કાલોલોમાં બસ સ્ટેન્ડ નજીક ખાણી પીણી બજારમાં પણ પાણી ભરાયા હતા.

અચાનક વરસાદ પડતા લોકોમાં નાસભાગ મચી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી ૨૪ કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાયું છે.

આ સાથે ભરૂચમાં જિલ્લાભરમાં બે દિવસથી વાદળછાયું વતાવરણ સર્જાયું છે. જિલ્લાભરમાં ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ વાદળછાયું વતાવરણ સર્જાયું છે. અમદાવાદમાં પણ ધુમ્મસ ભરેલુ વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.

નવા વર્ષમાં જાન્યુઆરી ૨૦૨૧ની શરૂઆતમાં જ કેટલાક શહેરોમાં હવામાનમાં પલટો જાેવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનું જાેર વધશે જેવી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો જબરદસ્ત ચમકારો જાેવા મળી શકે છે. આ આગાહીમાં જણાવવામાં આવ્યું કે, કચ્છ ભૂજના રણ વિસ્તારના નજીકના શહેરો અને ગામોમાં તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ફરી શીત લહેર ફરી વળશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પી ઠંડીનું જાેર વધવાની સાથે હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાનનો પારો ૨થી ૩ ડીગ્રી સુધી ઘટી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.