Western Times News

Gujarati News

મોડાસામાં ગાયની અડફેટે બાઈક ચાલક ચઢ્યો, રોડ પર પટકાતા માથામાં ઈજાઓ 

મોડાસા શહેરમાં શહેરના રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસતી અને રખડતી ગાયોને લીધે વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે ગત વર્ષે એક યુવકને ગાયે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું રાત્રીના સુમારે રોડ પર બેસેલી ગાયોનું ટોળું ન દેખાતા અનેક વાહનચાલકો ગાય સાથે ભટકાઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે

મોડાસાના મેઘરજ રોડ પર ગાયોના ધણના ધણ અડિગો જમાવી બેસી રહે છે ગત મોડી રાત્રે ગાય વચ્ચે આવી જતાં રોડ પરથી પસાર થતો બાઈક ચાલક ગાય સાથે ભટકાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુથી લોકો દોડી આવી ઈજાગ્રસ્ત યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો

શનિવારે રાત્રે પલ્સર બાઈક લઇ પસાર થઇ રહ્યો હતો ત્યારે શહેરના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી નજીક ગાય આડી ઉતરતા બાઈક સાથે અથડાતા બાઈક સાથે ચાલક રોડ પર ધડાકાભેર પટકાતા શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ તાબડતોડ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા શહેરમાં રખડતા ઢોર સામે નગરપાલિકાની લાચારી સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે

પાલિકા અકસ્માતોની વણથંભી વણઝાર અટકાવવા નક્કર પગલાં કયારે લેશે? 

રસ્તે રખડતા ઢોરોને લીધે થતાં અકસ્માતોમાં ભૂતકાળમાં કોઇનો વ્હાલાસોયો દીકરો કે કોઇના ગુમાવી ચુક્યા છે પણ પાલિકાને અને તેના અધિકારીઓને શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવામાં કોઇ જ રસ રહ્યો નથી. શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે પાલિકા કાગળો પર ઘોડા દોડાવ્યે રાખે છે.

નગરપાલિકા પાંજરાપોળ ન હોવાનું રટણ રટી બહાના બાજી કરી રહી હોય અને નક્કર કાર્યવાહી કરવાના બદલે પશુપાલકો થી ગભરાતી નગરપાલિકા અને કર્મચારીઓ પાંજરે પુરવા નામાવલિ પુરવાર થઇ રહી હોવાનું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.