Western Times News

Gujarati News

ભરતીના મામલે એલઆરડી ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણાં

ગાંધીનગર, ગુજરાતમાં લોક રક્ષક ભરતી (એલઆરડી) વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એલઆરડીમાં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ વધારો કરવાની માંગણી કરી રહેલા ૨૦૦ જેટલા યુવાનો આજે ગાંધીનગરમાં એકત્ર થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આજે ગાંધીનગરમાં ૨૦૦થી વધુ એલઆરડી ઉમેદવારો ધરણાં પર બેસી ગયા હતા. જેમાથી કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. એલઆરડીના ૨૦૦ જેટલા ઉમેદવારો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ધરણાં પર બેસી ગયા હતા અને અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ધરણાં કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જાેકે યુવકો મોટી સંખ્યામાં ગાંધીનગરમાં એકત્ર થઇ આંદોલનને જાેતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ યુવકો દ્વારા એલઆરડી ભરતીમાં પુરૂષોની સંખ્યા વધારવા માગ કરાઇ હતી. જાેકે આ દરમિયાન પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી દરમિયાન પોલીસ યુવકોની અટકાયત કરી રહી હતી ત્યારે યુવકોએ વિરોધ કર્યો હતો. અને સરકાર સામે બંડ પોકાર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, એલઆરડી ભરતીમાં યુવકોની માંગણી છે કે, સરકારે જે રીતે મહિલાઓની જગ્યા વધારી તેવી જ રીતે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવી જાેઈએ. ૮૦ માકર્સથી વધુ મેરિટ ધરાવતા તમામ પુરૂષોને સમાવી લેવાય એ એક જ માંગણી છે. ઉમેદવારોની દલીલ એ પણ છે કે એલઆરડીની નવ હજાર જેટલી ભરતી માટે પોલીસ ભરતી બોર્ડે બે વર્ષ જેટલો સમય વિતાવ્યો છે. તેમાંય પેપરલિક થવાને કારણે આખી પરીક્ષા રદ કરવી પડી છે. ચાલુ વર્ષે પણ સરકારે વધુ જગ્યા માટે ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે જેઓ બે-ત્રણ વર્ષથી મહેનત કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂક્યા છે તેવા કટ ઓફ મેરિટથી નજીકના ઉમેદવારોને સમાવવા મહિલા ઉમેદવારોના સપ્રમાણમાં પુરૂષોની જગ્યા વધારવામાં આવે તેવી રજૂઆત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.