Western Times News

Gujarati News

ગાડી ખરીદવા માટે ૧૦ મહિના સુધીનું વેઇટિંગ

સ્વિફ્ટ, અલ્ટો અને વેગનઆર જેવી કાર માટે ગ્રાહકને ૩-૪ સપ્તાહ સુધી વેઇટિંગ કરવું પડે છે. જ્યારે અર્ટિંગા જેવી કાર માટે ઓછામાં ઓચા ૬-૮ મહિનાનું વેઇટિંગ છે.

ચેન્નઈ: કોરોના આવ્યા બાદ પબ્લિકની જગ્યાએ પ્રાઈવેટ ટ્રોન્સપોર્ટ ફરી એકવાર લોકોની પસંદ બન્યું છે. તેમાં ઓટો લોન પર ઓછા વ્યાજ દરના કારણે મધ્યમ વર્ગના લોકો પણ સરળ હપ્તે કાર વસાવવા તરફ આગળ વધી રહ્યા છે જેના પરિણામે એસયુવી જ નહીં

પરંતુ નાની કાર્સ જેવી કે મારુતિ અલ્ટો અને વેગનઆર, તેમજ મારુતિ સ્વિફ્ટ અને હ્યુંડાઇ આઈ૨૦ જેવી હેચબેકના સેગમેન્ટ હોય કે હ્યુંડાઈ વેર્ના સહિતની સેડાન સેગમેન્ટની કાર હોય માગ ખૂબ જ વધારે છે જેથી હાલ આખા દેશમાં ગમે તે જગ્યાએ કાર લેવા માટે ૧-૧૦ મહિના જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. દેશમાં ઓટોમોબાઈલ માર્કેટ લીડર મારુતિ જે હાલ તેની કુલ કેપેસિટીના ૧૦૦ ટકા સાથે કામ કરી રહી છે.

ઓક્ટોબરથી કંપનીના દરેક પ્લાન્ટ ફૂલ કેપેસિટી સાથે કામ કરી રહ્યા છે તેમ છતા સ્વિફ્ટ, અલ્ટો અને વેગનઆર જેવી કાર માટે ગ્રાહકને ૩-૪ સપ્તાહ સુધી વેઇટિંગ કરવું પડે છે. જ્યારે અર્ટિંગા જેવી કાર માટે ઓછામાં ઓચા ૬-૮ મહિનાનું વેઇટિંગ છે. મારુતિએ હાલમાં જ ૨૭ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી સુધી મેઇન્ટેનન્સ શટડાઉન રાખ્યું હતું તેમાં પણ કંપનીની એસેમ્બલી લાઈન તેની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી હતી.

દિલ્હીમાં કંપનીના ડીલરે કહ્યું કે માર્કેટમાં કાર્સની માગની સ્થિતિને પહોંચી વળવા માટે હજુ પણ થોડો સમય લાગશે ત્યાં સુધી આટલો જ રશ રહેશે. મારુતિના પ્રમુખ હરિફ પૈકી એક હ્યુંડાઈ પણ પોતાના લોકપ્રિય મોડેલના ઉત્પાદનની કાર્યવાહી ખૂબ ઝડપી બનાવી છે.

જેમાં તેની ફેમસ ક્રેટા કારનું ઉત્પાદન છેલ્લા ૬ મહિનામાં દરરોજના ૩૪૦ યુવિટથી વધારીને ડબલ કરીને ૬૪૦ યુનિટ્‌સ કરી નાખ્યું છે. જેના કારણે ગ્રાહકોને ૬ મહિના તો નહીં પણ ઓછામાં ઓછા ૨-૩ મહિના તો હજુ પણ વેઇટિંગ કરવું જ પડે છે.

હ્યુંડાઈ મોટર્સ ઇન્ડિા ડિરેક્ટર(પ્રોડક્ટશન) ગનેશ માનીએ કહ્યું કે, હ્યુન્ડાઇ વેન્યુ અને વેર્ના માટે પણ વોલ્યુમ ઓગમેન્ટેડેશન કરી રહી છે. નવી આઈ-૨૦ પણ ૨-૩ મહિનાની વેઇટ લિસ્ટમાં છે અને અમે પણ તેમાં વધારો કરી રહ્યા છીએ.

ગનેશ માનીએ જણાવ્યું હતું કે, હાલમાં અમે દર મહિને ૮,૦૦૦-૯,૦૦૦ કરી રહ્યા છીએ, પરંતુ અમે તેને  વધારીને ૧૨,૦૦૦ સુધી જઈ શકીએ છીએ. હ્યુન્ડાઇ વધુ વોલ્યુમ મેળવવા માટે એક્સપોર્ટ-ડોમેસ્ટિક મિક્સમાં પણ ફેરફાર કરી શકે છે. માનીએ કહ્યું, વેર્નાનો લગભગ ૪૦ ટકા હિસ્સો નિકાસ થાય છે અને ક્રેટા અને આઇ-૨૦ પણ નિકાસ આવી રહ્યા છે. અમારી કુલ ક્ષમતા વર્ષે ૭,૫૦,૦૦૦ યુનિટ છે.

તેથી, જાે બજાર ૩૦ લાખ સુધી પહોંચી જશે તો પણ અમે સંચાલન કરી શકીશું, એમ તેમણે ઉમેર્યું હતું. ઓટો ડીલર્સનું કહેવું છે કે વેઇટ લિસ્ટ જુદા જુદા ફેક્ટર્સનું પરિણામ છે. કિઆના કિસ્સામાં જેમના સેલ્ટોસ અને સોનેટ માટે ૨-૩ મહિનાનું વેઇટિંગ લિસ્ટ છે તેમાં સમસ્યા એન્જિન પાર્ટ્‌સ અને બમ્પર્સ સાથે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના સીઈઓ વિજય નાકરાએ કહ્યું કે, અભૂતપૂર્વ માંગને ધ્યાનમાં રાખીને અમે અમારી નાસિક ખાતેની પ્રોડક્શન ફેસિલિટી અને સપ્લાયર બંનેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પ્રક્રિયામાં ઝડપ વધારી છે. શરૂઆતમાં અમે દર મહિને લગભગ ૨,૦૦૦ વાહનોની ક્ષમતા નું આયોજન કર્યું હતું અને હવે બે ટૂંકા તબક્કામાં તેને નોંધપાત્ર રીતે વધારીને દર મહિને ૩,૦૦૦ અને પછી ૩,૫૦૦ યુનિટ સુધી પહોંચાડી રહ્યા છીએ? આનાથી અમને વેઇટિંગ પિરિયડને મહદઅંશે નિશ્ચિત સમય મર્યાદા સુધી લાવવામાં મદદ મળશે’ કંપનીએ હાલમાં જ લોન્ચ કરેલી થાર માટે હાલ ૨૦-૪૦ વીકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

આ સપ્તાહની શરુઆતમાં જ નિશાને પોતાની નવી કાર મેગ્નાઇટને મળેલા બંપર પ્રતિસાદ પછી પોતાનું પ્રોડક્શન વધારવાનું નક્કી કર્યું છે. કંપની પ્રતિ મહિના ૨૭૦૦ યુનિટની પોતાની કેપેસિટીને વધારીને ૪૦૦૦ યુનિટ લઈ જવા માગે છે. જ્યારે બીજી તરફ ડીલર્સનું કહેવું છે કે ડિસેમ્બર તેમના માટે ખૂબ જ સારો મહિનો રહ્યો છે.

તેમની ઇન્વેન્ટરી આ સમય દરમિયાન પૂરી થઈ ગઈ છે. જેના કારણે હાલની સ્થિતિમાં પરિસ્થિતિની નોર્મલ થતા બીજા ઘણા સપ્તાહ લાગી શકે છે. સામાન્ય રીતે દરેક ડિસેમ્બર મહિનામાં કંપનીઓ પેસેન્જર વાહોનો ૧૮ ટકા જેટલા વધારે ડિસ્પેચ કરી રહી છે. પાછલા એક દાયકામાં આ ડિસેમ્બર મહિનામાં સેલ થયેલી ૨૭૬૫૦૦ યુનિટી સૌથી વધુ છે.

એક ડિલરે કહ્યું કે, ડિસેમ્બરમાં ખૂબ જ વધુ ડિમાન્ડ હોવાના કારણે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ખાસ્સો મોટો ગેમ પડી ગયો છે. અને બીજી તરફ કંપનીઓએ વાર્ષિક મેન્ટેનન્સ માટે પ્રોડક્શન થોડા સમય માટે બંધ કર્યું હોવાથી પણ સ્થિતિ વધુ તંગ બની છે. હજુ પણ ઘણી કંપનીઓ અને વેન્ડર્સ પોતાની ફૂલ કેપેસિટીમાં કામ કરી રહ્યા નથી. જેના કારણે એન્ટ્રી લેવલના વેહિકલમાં પણ વેઇટ લિસ્ટ જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.