Western Times News

Gujarati News

ધોળેદિવસે વેપારીની આંખોમાં મરચું નાખી ૩ લાખની લૂંટ

પ્રતિકાત્મક

રેવાડી, હરિયાણાના રેવાડી જિલ્લામાં ધોળેદિવસે એક વેપારી પાસેથી બદમાશો ત્રણ લાખ રૂપિયા અને સ્કૂટી લૂંટીને ફરાર થઈ ગયા. બદમાશોએ વેપારીની આંખોમાં મરચાનો પાવડર નાખયો અને વિરોધ કરતાં બદમાશો હથિયારથી ડરાવીને ફરાર થઈ ગયા. ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને આ મામલાની જાણ કરી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિત વેપારી સૌરભને સારવાર માજ્ઞે હૉસ્પિટલ લઈને ગઈ. લૂંટનો મામલો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ, સૌરભ નામના વેપારીની ગંજ બજારમાં દુકાન છે. જે રોજ રોકડ જમા કરાવવા માટે બેંક જાય છે. રોજની જેમ બુધવાર બપોરે પણ સૌરભ સ્કૂટી લઈને ડેકીમાં ૩ લાખ મૂકી એચડીએફસી બેંકમાં પૈસા જમા કરાવવા જઈ રહ્યો હતો. ત્યારે જ પલ્સર બાઇક પર સવાર બે બદમાશોએ વેપારીના સ્કૂટીને ટક્કર મારી અને મારામારી શરૂ કરી વેપારીની આંખમાં મરચાનો પાવડર ફેંકી દીધો. વેપારી અને રસ્તે જતી એક મહિલાએ બદમાશોનો વિરોધ પણ કર્યો પરંતુ બદમાશો હથિયારોથી ડરવીને ફરાર થઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરવા લાગ્યા જેમાં બદમાશોની બાઇકના દૃશ્ય કેદ થયા છે. પોલીસ તેના આધાર પર પોતાની તપાસ આગળ વધારી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં બદમાશોને ઝડપી લેવામાં આવશે.રેવાડીમાં બદમાશો દ્વારા વેપારીને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. એવામાં ફરી વેપારીની સાથે થયેલી ઘટના બાદ વેપારીઓમાં રોષ છે અને વેપારીઓ પ્રશાસનથી યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.