Western Times News

Gujarati News

મ્યુનિ.ભાજપના હોદ્દેદારોની “દયનીય” પરિસ્થિતિ

 

મ્યુનિ.અધિકારીઓની સાથે-સાથે પક્ષના કોર્પોરેટરો પણ વિશ્વાસમાં લેતા નથી : જલધારા વોટરપાર્કના કામ મામલે સ્ટે.ચેરમેન અને મેયરના વિવાદાસ્પદ નિવેદન


(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં માત્ર અને માત્ર અધિકારીરાજ ચાલી રહયું છે. તથા ચુંટાયેલી પાંખની સતત અવગણના થઈ રહી છે. તે બાબત વધુ એક વખત સાબિત થઈ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં જલધારા વોટર પાર્કની દરખાસ્ત મામલે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને મેયર દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હતા. તેમાં તેમની “લાચારી” જાવા મળતી હતી. મ્યુનિ. કમીશ્નર ની સાથે સાથે પાર્ટીના કમીટી ચેરમેન પણ તેમને વિશ્વાસમાં લેતા નથી. તેવા સ્પષ્ટ અને બિન્ધાસ્ત નિવેદન શિસ્તબધ્ધ પાર્ટીના હોદેદારો દ્વારા આપવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદાજે ૧૩ હજાર ચોરસ મીટર જગ્યામાં તૈયાર કરવામાં આવેલ જલધારા વોટર પાર્કને ચલાવવા માટે સેવન સ્ટર એમ્યુઝમેન્ટ સાથે ૧પ વર્ષના કરાર કરવામાં આવ્યા હતા. કોન્ટ્રાકટર ભાજપ સાથે સંકળાયેલ હોવાથી ૧પ ના બદલે ૧૭ વર્ષ સુધી વોટરપાર્કનું સંચાલન કર્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટના હુકમ બાદ કોર્પોરેશને વોટરપાર્ક નો કબજા પરત લીધો હતો.

જેની સામે કોન્ટ્રાકટરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના હુકમને યથાવત રાખવા આદેશ આપ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશને વોટરપાર્કને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવવા માટે જાહેરાતો પણ કરી હતી. પરંતુ અગમ્ય કારણોસર બે વર્ષ સુધી જલધારા વોટરપાર્ક માટે કોઈ જ પ્રક્રિયા કરવામાં આવી ન હતી. જાન્યુઆરી ર૦૧૯માં જલધારા વોટર પાર્ક માટે ઈઓઆઈ મંગાવવામાં આવ્યા હતા.

જેમાં ફરી એક વખત સેવન સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કની ઓફર વધુ આવી હતી તેથી રિક્રીએશન કમીટીમાં સેવન સ્ટાર કંપનીને વાર્ષિક રૂ.ર૮ લાખમાં વોટર પાર્ક સંચાલન માટે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રોપર્ટી ટેક્ષમાં૧૦૦ ટકા રાહત નવરાત્રીમાં ગરબા અને લગ્નપ્રસંગો માટે પણ છુટ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. રીક્રીએશન કમીટીની મંજૂરી બાદ સદ્દર દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી હતી.

પરંતુ આશ્ચર્યજનક રીતે સ્ટેન્ડીગ કમીટીએ જલધારા વોટર પાર્ક મામલે કોઈ જ નિર્ણય લીધો નથી. તથા મ્યુનિ. હોદેદારો દ્વારા જે કારણો અને નિવેદનો આપવામાં આવ્યા છે. તેના કારણે તેમની પરિસ્થિતિ અત્યંત “દયનીય” થઈ ગઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે જલધારા વોટર પાર્ક અંગે માહિતી આપતા જણાવ્યું હતું સદ્દર કામ અંગે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.

તેની કોઈ જ માહિતી તેમને આપવામાં આવી ન હતી. વોટરપાર્ક બે વર્ષથી બંધ હતો તેથી ડે.મ્યુનિ. કમીશ્નરે ટેન્ડર જાહેર કર્યા હશે પરંતુ હોદેદારોને તેની કોઈ જાણ કરવામાં આવી ન હતી.  ભાજપના હોદેદારોએ ત્યારબાદ વધુ ચોકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે રીક્રીએશન કમીટીમાં સદ્દર કામને મંજૂરી આપવામાં આવતા પહેલા પણ તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. રીક્રિએશન કમીટી ચેરમેન મીટીંગ પહેલા પક્ષ નેતા, ચેરમેન કે મેયરને મળ્યા ન હતા.

તેમજ એજન્ડા મામલે કોઈ ચર્ચા કરી ન હતી. રિક્રિએશન ચેરમેન જીગ્નેશ પટેલે તેમની મનસુબી મુજબ જ જલધારા ના કામને મંજૂરી આપી હતી. તેમ સ્ટે.ચેરમેન અને મેયરે લાચારી વ્યકત કરતા વધુમાં જણાવ્યું હતું.
જલધારા વોટરપાર્ક અંગે ભાજપના હોદ્દેદારોએ જે ખુલાસો કર્યો તે “અર્ધસત્ય” હોઈ શકે છે. મ્યુનિ.કમીશ્નર હોદેદારોને વિશ્વાસમાં લેતા નથી. તથા સતત અવગણના કરી રહયા છે. તે બાબત જગજાહેર થઈ ચુકી છે. ભાજપના કમીટી ચેરમેનો અને કોર્પોરેટરોમાં પણ આ મામલે રોષ જાવા મળે છે.

તેથી એ બાબત કદાચ માની લઈ એ કે ડે.મ્યુનિ. કમીશ્નર ડો.કુલદીપ આર્ય આઈએએસ અધિકારી છે અને ગાંધીનગરથી માત્ર એ.સી.ચેમ્બરમાં બેસી ને આ પ્રકારનો કામો માટે જ મોકલવામાં આવ્યા છે. તદ્દઉપરાંત મ્યુનિ. કમીશ્નરનો આદેશ તેમના માટે શિરોમાન્ય રહે છે. જેના કારણે જ સ્ટેન્ડીંગ ચેરમેન અને મેયરની અવગણના કરી હશે.

પરંતુ ભાજપના કોર્પોરેટર તથા રીક્રીએશન કમીટી ચેરમેન દ્વારા મેયર-ચેરમેનની અવગણના થાય તે વાત ગળે ઉતરે તેમ નથી !ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. તથા વર્ષોથી ચાલી આવતી પ્રણાલિ મુજબ જે તે કમીટી મળે તે પહેલા તમામ ફાઈલો લઈને  કોર્પોરેશનના “માર્ગદર્શક” ને મળવા જવાનું ફરજીયાત છે. સાથે સાથે કમીટી મળે તેની પંદર મીનીટ પહેલા પક્ષ નેતાની ચેમ્બરમાં એજન્ડા મીટીંગ પણ થાય છે.

તેથી કમીટી ચેરમેન તેમની મનસુબી મુજબ ઠરાવ કર્યા હોય તે બાબત માની શકાય તેમ નથી. મ્યુનિ. ભાજપના માર્ગદર્શકની ગેરહાજરી હોય તેવા સંજાગોમાં કામ બાકી રાખવામાં આવે છે. તે બાબત પણ જગજાહેર છે. તે રીક્રીએશન કમીટી ચેરમેન કોઈપણ સંજાગોમાં પાર્ટીલાઈનની બહાર જઈને નિર્ણય લે તેવા નિવેદનો લુલા બચાવ સમાન છે. પક્ષ નેતાના જણાવ્યા મુજબ કોર્પોરેશન સામે કેસ કર્યો હોય તેવા કોન્ટ્રાકટરને કામ આપી ન શકાય. પક્ષ નેતા ના સદ્દર નિવેદન ને વ્યાજબી માનવામાં આવે છે.

જયારે સ્ટેન્ડીગ ચેરમેન દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તે પાર્ટીના આંતરીક વિખવાદ ને ઉજાગર કરે છે. તથા વહીવટીતંત્ર પર લેશમાત્ર કાબુ રહ્યો નથી. તે બાબત વધુ એક વખત સાબિત થાય છે. નોધનીય બાબત એ છે કે જલધારા વોટરપાર્કને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બતાવવા માટે જેતે સમયે બાંહેધરી આપવામાં આવી હતી તેથી તે અંગે અભ્યાસ કરવાનો બાકી હોવાથી પણ કામ બાકી રાખવામાં આવ્યું છે.

તેમ ચેરમેને જણાવ્યું હતું. પરંતુ જે સમયે જલધારા વિવાદ થયો હતો. તે સમયે વર્તમાન મેયર જ રીક્રીએશન કમીટીના ચેરપર્સનપદે હતા તથા તેઓ તમામ બાબતથી વાકેફ છે તેથી ચેરમેન આ મામલે પણ ખોટા સાબિત થઈ શકે છ. અથવા હોદ્દેદારોમાં તાલ-મેલ નો અભાવ છે.  તેનો વધુ પુરાવો જાહેર થયો છે. જા કે, મ્યુનિ. ભાજપના આંતરીક સુત્રો સદ્દર મામલાને અલગ દ્રષ્ટિકોણથી મુલવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.