Western Times News

Gujarati News

સોલામાં જમીનની અદાવતમાં બિલ્ડર પર હુમલાનો પ્રયાસ

 

કેસ કોર્ટમાં ચાલતો હોવા છતા શખ્શો અવારનવાર મજુરોને ધમકાવતા હોવાનો બિલ્ડરનો આરોપ

અમદાવાદ : અમદાવાદ શહેરનો વ્યાપ વધવાની સાથે વિકાસ પણ તેજ ગતિએ થવા લાગ્યો છે જેના પગલે શહેરમાં બહારનાં વિસ્તારોમાં નવા નવા સ્ટક્ચર ઉભા થતા જમીનોના ભાવમાં ભડકો થયો છે. આ પરીÂસ્થતિનો લાભ લઈને કેટલાંય ખેડૂતોને પોતાની જમીનો કરોડો રૂપિયાનાં ભાવે બિલ્ડરોને વેચી છે જા કે સિક્કાની બીજી બાજુની જેમ જ જમીન મકાન એટલે કે મિલ્કતોમાં ભાવ ઉચકાતા ભુમાફીયા પણ અસ્તિત્વમાં  આવ્યા છે

જે ખેડૂતોને ધાક ધમકી આપીને અથવા ખોટાં દસ્તાવેજા બનાવીને નક્લી સહીઓ દ્વારા જમીનનો પચાવી પાડે છે બાદમાં કરોડો રૂપિયાના ભાવે વેચી મારે છે આવા કેટલાંય કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.


તોતિંગ રૂપિયાનો આ વેપલો જાતા ધણી વખત જમીનો માટે અથડામણો પણ થતી રહે છે ગઈકાલે સોલા વિસ્તારમાં પણણ આવો જ એક બનાવ બન્યો હતો જેમા જમીનની અદાવતમાં એક જૂથ થઈને આવેલાં શખ્શોએ બિલ્ડરને કન્સ્ટ્રકશન સાઈટ પર દોડાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જમીન ખાલી કરવા ધમકાવ્યો હતો.

બિલ્ડર પ્રફુલભાઈ પટેલ કેટલાક સમય અગાઉ સોલા ગામની સીમમા દુબીબેન તથા કૈલાશબેન ઠાકોર પાસેથી જમીન ખરીદી હતી અને તેમા સકારા પર્લ નામની સાઈટનુ બાંધકામ કરી રહ્યા હતા બાદમા ભરતભાઈ દેસાઈ રહે સૈજપુર બોધા એ જમીન ઉપર પોતાનો હક દર્શાવતા મામલો કોર્ટ સુધી પહોચ્યો હાતો જે અંગેની કેસ હાલમાં પણ ચાલુ છે.

પ્રફુલ્લભાઈ આક્ષેપ કર્યો છે કે આ તકરારને કારણે ભરત દેસાઈ તથા તેના સાગરીતો અવારનવાર સાઈટ પર આવીને મજુરોને ધમકાવતા હોય છે ગઈકાલે પોતે સાઈટ ઉપર હાજર હતા એ સમયે અગિયાર વાગ્યાનાં સુમારે ભરત દેસાઈ તથા તેના સાગરીતો કનુ ભરવાડ મુકેશ દેસાઈ ઉપરાંત અન્ય કેટલાક શખ્શો નંબર પ્લેટ વગરની કારમા હથિયાર બદ્ધ આવ્યા હતા.

કારમાં ઉતરીને તુરત જ આ શખ્શો  પ્રફુલભાઈની પાછળ દોડવા લાગ્યા હતા તેથી પ્રફુલભાઈ બચવા માટે સાઈટની અંદર ભાગ્યા હતા જા કે આ શખ્શોએ તેમની ઘેરી લઈને ભરતે પોતાના હાથમા રહેલા ધારીયા વડે તેમને મારવા હુમલો કર્યો હતો પરતુ તે બચી જતા બધાએ આ સ્થળે નહી આવતા અને આવે તો મારી નાખવાની ધમકીઓ આપી હતી દરમિયાન ત્યા કામ કરતો કમલેશ નામનો મજૂર પ્રફુલભાઈ છોડાવવા વચ્ચે પડતાં બધા શખ્શો તેની ઉપર તુટી પડતાં તેનો પગ તોડી નાખીને કારમાં ભાગી ગયા હતા.

બિલ્ડર ઉપર હુમલો થતાં કન્સ્ટ્રકશન સાઈટ ઉપર નાસભાગ મચી ગઈ હતી અને મજુરો પણણ ગભરાઈ ગયા હતા. બાદમાં પ્રફુલભાઈ ભરત તથા તેના સાગરીતો વિરુદ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.