Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે ૨૦ ફીરકી ચાઈનીઝ દોરી સાથે એક શખ્સને દબોચ્યો

અરવલ્લી જીલ્લા કલેકટરે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જીલ્લા કલેક્ટરના જાહેરનામાંની ઐસીતૈસી કરી કેટલાક લેભાગુ વેપારીઓ અને પતંગ દોરીનું વેચાણ કરતા સ્ટોલધારકો ખુલ્લેઆમ ચાઈનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેચાણ કરી તગડો નફો કમાઈ રહ્યા છે.

મોડાસાના હજીરા વિસ્તારમાંથી ટાઉન પોલીસે સુનીલ પતંગ ભંડાર નામની દુકાનમાંથી ૨૧ હજારની ચાઈનીઝ દોરી અને તુક્કલનો જથ્થો જપ્ત કરાયો હતો મેઘરજ પોલીસે અપૂર્વા નોવેલ્ટીમાંથી ૨૦ ફીરકી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકી અને તેમની ટીમે મેઘરજ નગરમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા બજારમાં ચેકીંગ હાથધર્યુ હતું ત્યારે પીસીએન હાઈસ્કૂલ પાસે આવેલ અપૂર્વા નોવેલ્ટીની આડમાં ચાઈનીઝ દોરીનો વેપલો થતો હોવાની માહીતી મળતા તાબડતોડ અપૂર્વા નોવેલ્ટીમાં રેડ કરી દુકાનમાંથી ૨૦ ફીરકી ચાઈનીઝ દોરી કીં.રૂ.૬૭૦૦/- નો જથ્થો જપ્ત કરી દુકાન માલિક શ્યામસિંહ માલમસિંહ રાજપુરોહીત વિરુદ્ધ ગુન્હો નોંધી  કાયદેસરની કાર્યવહી હાથધરી હતી.

મોડાસા ટાઉન પોલીસે હજીરા વિસ્તારમાં આવેલ સુનીલ પતંગ ભંડારમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે સુનીલ પતંગ ભંડારમાં ત્રાટકી ચાઈનીઝ દોરીની ફીરકી નં.૪૫ કિં.રૃ.૧૩૫૦૦/- અને ચાઈનીઝ તુક્કલ નંગ-૪૦૦ કિં.રૃ.૮૦૦૦ મળી કુલ રૃ.૨૧૫૦૦ નો ગેરકાયદેસર મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દુકાનના માલિક પાર્થકુમાર વિક્રમકુમાર શાહ (રહે.મોતીભવન,લક્ષ્મીનગર સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ,મોડાસા) વિરૃધ્ધ ઈન્ડીયન પીનલ કોડ ૧૮૮ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.