Western Times News

Gujarati News

અભિનેત્રી જાહન્વી કપુરે જાેરદાર બેલે ડાન્સ કર્યો

મુંબઈ: એક્ટ્રેસ જાન્હવી કપૂર બોલિવૂડમાં લોન્ચ થઈ તે પહેલાથી જ ખૂબ ચર્ચામાં રહી છે. જાન્હવી કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પછી તેના ફેન્સમાં ખૂબ વધારો થયો. હવે જાન્હવી કપૂર તેની સુંદરતાની સાથે-સાથે ડાન્સિંગ સ્કિલથી પણ લોકોને આકર્ષિત કરી રહી છે.

એ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે જાન્હવી કપૂર ખૂબ સારી બેલી ડાન્સર છે અને હવે તેણે શેર કરેલા આ વિડીયોથી આ વાત કન્ફર્મ થઈ ગઈ છે. શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી કપૂરે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે કે જેમાં તે બેલી ડાન્સ કરતી જાેવા મળી રહી છે. તેણે જાણીતી બોલિવૂડ ફિલ્મ અશોકાના ગીત પર આ ડાન્સ કર્યો છે.

આ વિડીયોમાં જાન્હવી કપૂરની લચકતી કમર અને તેનું ડાન્સિંગ ટેલેન્ટ જાેઈને તમે પણ તેના ફેન થઈ જશો. જાે જાન્હવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું કે જેમાં તેની સાથે એક્ટર ઈશાન ખટ્ટર જાેવા મળ્યો હતો.

ગત વર્ષે જાન્હવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ પણ રિલીઝ થઈ હતી. હવે જાન્હવી કપૂરની આગામી ફિલ્મ ‘રુહી અફ્સાના’ છે કે જેમાં તેની સાથે એક્ટર રાજકુમાર રાવ જાેવા મળશે. આ સિવાય જાન્હવી કપૂર, કરણ જાેહરના પ્રોડક્શનની ‘દોસ્તાના ૨’ અને ‘તખ્ત’ પર પણ કામ કરી રહી છે. હાલમાં જ જાન્હવી કપૂરની વધુ એક ફિલ્મ ‘ગુડ લક જેરી’નો ફર્સ્‌ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે જે આનંદ એલ રાય બનાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.