Western Times News

Gujarati News

22 સપ્ટેમ્બરે મોદી અમેરિકામાં ત્રીજી વાર ભારતીઓને સંબોધશેઃ 4000 રજીસ્ટ્રેશન થયા

File photo

 હ્યુસ્ટન, વોશિંગટનમાં યોજાનારી યુનાઈટેડ નેશનની  જનરલ એસેમ્બલી મિટીંગમાં ભાગ લેવા માટે જઈ રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર, 2019માં અમેરિકાની યાત્રાએ જશે. હજુ સુધી આ યાત્રા અંગે કોઈ ઓફિશીયલ એનાઉન્સમેન્ટ થઈ નથી.  હ્યુસ્ટનની એક બિન-સંસ્થાકીય સંસ્થા ટેક્સાસ ઇન્ડિયા ફોરમ નેશનલ સમારોહમાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આપ્યુ છે. જેમાં શામેલ થવા માટે ભારતીયને કોઈ એન્ટ્રી ફી ચૂકવવાની નથી, પરંતુ તેના માટે પાસ હોવા  જરૂરી છે. જેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયુ છે અને તેમાં 40000 રજીસ્ટ્રેશન થયા છે.

શહેરના એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં 50000 જેટલા લોકો આવવાની આશા  છે. હ્યુસ્ટનમાં પાંચ લાખથી વધુ ભારતીય અમેરિકન સમુદાયોના લોકો વસવાટ કરે છે. ફૂટબોલ સ્ટેડિયમની કેપેસીટી લગભગ 70000 લોકોની છે.

હ્યુસ્ટનનાં મેયર સિલ્વેસ્ટરે કહ્યું, ‘હું મોદીનું હ્યુસ્ટનમાં સ્વાગત કરું છું, જ્યારે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હોય છે.  પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોએ સંબોધન કર્યું હતું. પહેલા 2014 માં ન્યૂયોર્કની મેડિશન સ્ક્વેયર ગાર્ડન અને 2016 માં સિલિકોન વેલીમાં તે ભારતીય સમુદાયના સંબોધન કરી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.