Western Times News

Gujarati News

2021ના વર્ષમાં રશિયા 200 મિસાઇલનું પરીક્ષણ કરશે

મોસ્કો, અમેરિકા અને NATO (North Atlantic Treaty Organization)ના યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ એલાન કર્યુ છે કે તે 2021ના વર્ષમાં 200 મિસાઇલનું પરીક્ષણ કરશે. રશિયાએ આ ઘોષણા એવા સમય પર કરી છે જ્યારે જ્યારે તેની અત્યંત ઘાતક ‘સતાન 2’ હાઇપરસોનિક અંતરમહાદ્વિપિય મિસાઇલ બનીને તૈયાર થવાની છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું રે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં 200 મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે.

રશિયાએ આ પહેલા પણ 2020ના વર્ષમાં લગભગ 200 મિસાઇલોનું પરીક્ષણ કર્યુ છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ પ્રમાણે રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે 2021ના વર્ષમાં સ્ટ્રેટજિક મિસાઇલ ફોર્સ વિવિધ સ્તરો પર 200 અભ્યાસ કરશે. જેમાં મિસાઇલ રેજિમેન્ટ અને મિસાઇલ ડિવિજનના રણનીતિક નિષ્ણાંતો પણ સામેલ થશે. અભ્યાસ દરમિયાન ગતિવિધિઓની આક્રમકતામાં બદલાવ જોવા મળશે.

રશિયા વર્તમાન સમયે પોતાની આરએસ 28 સરમત મિસાઇલને ફ્લાઇટ ટ્રાયલ માટે તૈયાર કરી રહ્યું છે. આ મિસાઇલ વિશે મળતી માહિતિ પ્રમાણે તે કોઇ પણ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે સક્ષમ છે. રશિયાના ઉપ રક્ષામંત્રી આ પ્રકારના ટ્રાયલ નજીકના ભવિષ્યમાં જ શરુ થશે. એક અમેરિકી રિપોર્ટ પ્રમાણે આ મિસાઇલ 2 હજારથી લઇને 18 હજાર કિમી સુધીની પહોંચ ધરાવે છે. રશિયાની આ મહાવિનાશક મિસાઇલને લઇને નાટો દેશોની અંદર ભયનો માહોલ સર્જાયો છે.

આ મિસાઇલની ક્ષમતાનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે આ મિસાઇલના એક જ પ્રહારથી આખા ફ્રાંસનો વિનાશ થઇ શકે છે. આરએસ 18 મિસાઇલ પોતાની સાથે એક વિશાળ થર્મોન્યુક્લિયર બોમ્બ અથવા તો 16 નાના પરમાણુ બોમ્બ લઇ જઇ શકે છે. સાથે જ આ મિસાઇલની ખાસ વાત એ પણ છે કે તેનો પ્રત્યેક વોરહેડ અલગ અલગ લક્ષ્ય પર વાર કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.