Western Times News

Gujarati News

બાવળકાંઠીયા પાસે કારની ટક્કરે બાઈક ચાલકનું મોત

ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ગામ પાસે  હાઈવેરોડ પર ઇડર પાસેના ગંભીરપુરા ગામ ના હુસેનભાઈ નાથુભાઈ લુહાર ઉંમર વર્ષ 51 તેમના કબજા માલિકીની બાઈક બજાજ સીટી હન્ડ્રેડ જીજે જીરો 09-1803 પર જઈ રહ્યા હતા

ત્યારે પાછળથી કોઈ અજાણ્યા ચાલકે તેના કબજાની hyundai કંપનીની આઈ 20 કાર નંબર જીજે -01-HY-1287 ને બેકાળજીપૂર્વક તથા ચલાવી આગળ જતાં હુસેનભાઇ લુહારને ટક્કર મારી રોડ પર પાડી દઈ ગંભીર શારીરિક ઇજાઓ કરી મોત નિપજાવી ગાડી મુકીને નાસી જતા ઇશાકભાઇ યાકુબભાઈ લુહાર રહેવાસી ગંભીરપુરા એ ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ જેની તપાસ હે.કો હરેશભાઈ  ખિમજીભાઈ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.