Western Times News

Latest News in Gujarat

રશીયામાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી ઉદ્યોગ સાહસિકો સાથે મૂલાકાત કરતાં રૂપાણી

માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં  ગુજરાતી સાહસિકોની ઊદ્યમશીલતાને બિરદાવી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી. તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે.જી.કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અદ્યતન મશીનરી વગેરે નિહાળ્યા હતા.

વિઠ્ઠલભાઇ રામાણીના આ યુનિટમાં અંદાજે પ૦૦ જેટલા ગુજરાતી કારીગરો કાર્યરત છે. તેઓ ૧૮ વર્ષ પૂર્વે વાલ્ડીવોસ્ટોકમાં સ્થાયી થયેલા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી વિઠ્ઠલભાઇ રશિયામાં અન્ય યુવા ઊદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે તેની સરાહના કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી. આ ડાયમન્ડ કટીંગ યુનિટમાં પણ રપ૦ થી વધુ ગુજરાતી કારીગરો રોજગારી મેળવી રહ્યાછે. મુખ્યમંત્રીશ્રીએ આ બેય ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદ પાઠવ્યા હતા.