Western Times News

Latest News in Gujarat

ચમનપુરામાં ફેલાયેલી તંગદિલીથી સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવાયો

(પ્રતિનિધિ) અમદાવાદ : ચમનપુરામાં ર૦ દિવસની બાળકીની હત્યા બાદ સ્થાનિક નાગરિકોમાં ભભૂકી ઉઠેલા રોષને જાતા જ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા પરંતુ રોષે ભરાયેલા નાગરિકોએ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ રોષ ઠાલવ્યો હતો અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કોઈ જ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા આજે ર૦ દિવસની બાળકીએ હજુ શ્વાસ પણ પુરો લીધો ન હતો.

ત્યારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે નિદર્યતા પૂર્વક કરાયેલી આ હત્યાથી સમગ્ર ચાલીના નાગરિકો તથા આસપાસના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસની સામે સુત્રોચાર કરતા જાવા મળતા હતાં લોકોના રોષને જાતા જ સ્થળ પર દોડી આવેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને આ વિસ્તારમાં ભારેલા અÂગ્ન જેવી Âસ્થતિ જાઈ સમગ્ર વિસ્તારમાં અન્ય કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે એક પોલીસ ઈન્સ્પેકટર, ૩ પીએસઆઈ અને ૮૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલોને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

ચમનપુરા વિસ્તારમાં બાળકીની હત્યાની ઘટના બાદ સમગ્ર ચાલીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને દુઃખ સાથે રોષ વ્યકત કરતી હતી આ ચાલીમાં રહેતા પુરૂષો પણ રસ્તા પર ઉતરી આવતા સમગ્ર વિસ્તારમાં ભારેલા  જેવી  સર્જાઈ હતી મુખ્ય સુત્રધાર સતીષ પટણી આ વિસ્તારમાં ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયારો સાથે પોલીસની કોઈ બીક વગર ફરતો હતો અને યુવતિઓની મશ્કરી કરી આંતક મચાવતો હતો.

સુત્રધાર સતીષ પટણીનો સમગ્ર વિસ્તારમાં આંતક

ચમનપુરા વિસ્તારમાં ર૦ દિવસની બાળકીની હત્યા કરનાર સતીષ પટણી અને તેના સાગરિતો છેલ્લા ચાર પાંચ વર્ષથી સમગ્ર ચમનપુરામાં આંતક મચાવી રહયા છે ૧૦ વર્ષની ઉંમરથી જ સતીષ પટણી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને નાની ઉંમરથી જ તે ગુનેગાર બની ગયો હતો ખાસ કરીને છેલ્લા ચાર પાંચ વર્ષથી સતીષ પટણી અને તેના સાગરિતો સમગ્ર ચમનપુરા વિસ્તારમાં નિર્દોષ નાગરિકો પર હુમલા કરી ખુલ્લેઆમ ધાકધમકીઓ આપે છે એટલું જ નહી પરંતુ સતીષ પટણી દારૂનો અડ્ડો પણ ચલાવે છે અને આ વિસ્તારમાં સાંજ પડતા જ ખુલ્લેઆમ દારૂની હેરફેર કરતો હોય છે જા તેનો કોઈ વિરોધ કરે તો તેના પર સતીષ પટણી અને તેના સાગરિતો ખુલ્લેઆમ હુમલા કરતા હોય છે એટલું જ નહી આ વિસ્તારમાં બહેનો અને દિકરીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે સતીષ પટણી અને તેની ગેંગ રસ્તા પર પસાર થતી યુવતિઓની છેડતી કરતા હોય છે તેની ધાકધમકીથી કોઈ પણ નાગરિક તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતો હોતો નથી. જા કોઈપણ નાગરિક તેની સામે પડે તો તેની ઉપર હુમલા કરવામાં આવે છે ગઈકાલ રાતની ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેથી જ હવે આ વિસ્તારના નાગરિકો એક સંપ થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.

તેમ છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી ન થતાં આજે આ ઘટના ઘટી છે જેના પગલે રોષે ભરાયેલા નાગરિકોએ રાતભર રસ્તા પર ઉતરી આવી દેખાવો કર્યાં હતાં એટલું જ નહી પરંતુ મહિલાઓના ટોળાએ પોલીસ સ્ટેશને પહોચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો ઘટના એટલી બધી કરપીણ છે કે પોલીસ અધિકારીઓ પણ હચમચી ઉઠયા છે.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડી રહયા છે. આ ઘટના બાદ એસીપી સહીતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી છે જાકે લોકોના રોષને જાતા મધરાતે મુખ્ય સુત્રધાર સતીષ પટણીને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહયું છે જયારે અન્ય ચાર હજુ પણ ભાગતા ફરે છે.

લોકો કાયદો હાથમાં ન લે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત રોષે ભરાયેલા નાગરિકોને સમજાવવામાં આવી રહયા છે પરંતુ લોકોમાં પોલીસ અને આરોપીઓ સામે ભારે રોષ જાવા મળી રહયો છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

શહેર પોલીસ કમિશ્નરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી છે.