Western Times News

Gujarati News

GTPL હેથવેનો FY 2020-21નો 9 માસનો સંકલિત ચોખ્ખો નફો 45 ટકા વધી રૂ. 1,314 મિલિયન નોંધાયો

Q3 FY21 દરમિયાન બ્રોડબેન્ડની રેવન્યુ 84 ટકા વધી રૂ. 778 મિલિયન નોંધાઈ

અમદાવાદ, ભારતની ટોચની ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડકાસ્ટિંગ સર્વિસ પ્રોવાઈડર કંપની  જીટીપીએલ હેથવે લિમિટેડ (જીટીપીએલ) નાણાકીય વર્ષ 2020-21ના 9 માસના ગાળામાં વાર્ષિક ધોરણે 45 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 1,314 મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. GTPL Hathway’s Consolidated 9MFY21 PAT at Rs. 1314 million, up by 45%

9MFY21 દરમિયાન કંપનીની સંકલિત આવક (એક્સ-ઈપીસી) રૂ. 15,311 મિલિયન નોંધાઈ હતી જે વાર્ષિક ધોરણે 17 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 9MFY21 દરમિયાન કંપનીનો ઈબીઆઈટીડીએ (એક્સ-ઈપીસી) રૂ. 4,014 મિલિયન નોંધાયો હતો, જેવાર્ષિક ધોરણે 17 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલાં નવ માસ દરમિયાન કંપનીએ તેના કુલ દેવાંમાં રૂ. 887 મિલિયનનો ઘટાડો કર્યો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીએ 4.7 લાખ નવા હોમ-પાસનો અને 1.85 લાખ નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો હતો.

કંપનીની પ્રોત્સાહક કામગીરી અંગે પ્રતિક્રિયા આપતાં જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 9MFY21 દરમિયાન લોકડાઉન તથા નિયંત્રણો જેવો કપરો સમયગાળો હોવા છતાં  જીટીપીએલ હેથવેએ મહત્વના કેપીઆઈમાં સાતત્યપૂર્ણ દેખાવ જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે.

નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કંપનીની સીએટીવી અને બ્રોડબેન્ડ એમ બંને કારોબારમાં સબસ્ક્રિપ્શનની આવકમાં સુધારો થવા ઉપરાંત, મજબૂત નફાકારકતા, દેવામાં ઘટાડો, ભૌગોલિક વિસ્તરણ અને મજબૂત કાર્યલક્ષી દેખાવ નોંધાયો હતો. અમે 9MFY21 માં અમારા ચોખ્ખા દેવામાં 887 મિલિયન રૂપિયાનો ઘટાડો કર્યો છે.

ઈ-લર્નિંગ તથા વર્ક ફ્રોમ હોમને પગલે અમારા બ્રોડબેન્ડ કારોબારમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાતા 9MFY21 દરમિયાન અમે આ સમયગાળા દરમિયાન નવા 1,85,000 સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો હતો. અમે નાણાકીય વર્ષ 2020-21નો અંત નવા સિમાચિહ્નો સાથે કરવા ઉપરાંત Q4 FY21 દરમિયાન અમારી નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ લોન્ચ કરવાની તથા વર્તમાન તથા નવા બજારોમાં જીટીપીએલના વિસ્તરણની યોજના ધરાવીએ છીએ.

કારોબારની કામગીરી ઉડતી નજરે

સીએટીવી

–           31 ડિસેમ્બર, 2020ના રોજ જીટીપીએલના સીડેડ એસટીબીની કુલ સંખ્યા 10.61 મિલિયન હતી

–           31 ડિસેમ્બર, 2020ના રોજ પેઈંગ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 7.35 મિલિયન હતી

–           ભારતમાં નવા ટેરિફ ઓર્ડર (એનટીઓ)ના સફળ અમલીકરણે વર્તમાન બજારોમાં વિસ્તરણ માટેના માર્ગો ખોલ્યા છે અને વણખેડાયેલા બજારોમાં પ્રવેશના ગતિરોધો દૂર કર્યા છે.

–           જીટીપીએલ વર્તમાન બજારમાં તેની હાજરીના વિસ્તરણની કામગીરી ચાલુ રાખી ઈન-ઓર્ગેનિક માર્ગના માધ્યમથી નવા બજારોમાં પ્રવેશ કરી રહી છે.

બ્રોડબેન્ડ

– 9MFY21 દરમિયાન કંપનીએ 4,70,000 હોમ-પાસ ઉમેર્યા હતાં. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં હોમ-પાસ 3.80 મિલિયન હતાં.

– Q3 FY21 દરમિયાન કંપનીએ 55,000 નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં કુલ ગ્રાહકોની સંખ્યા 5,90,000 હતી, જેમાંથી 1,85,000 એફટીટીએક્સ ગ્રાહકો છે

– Q3 FY21 દરમિયાન કંપનીની બ્રોડબેન્ડની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (એઆરપીયુ) 445 રૂપિયા હતી. જે 7% ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

– જીટીપીએલ તેના મજબૂત વર્તમાન સીએટીવી સબસ્ક્રાઇબર બેઝને તેના બ્રોડબેન્ડ ગ્રાહકોમાં પ્રત્યક્ષ અથવા ઓપરેટર્સ મારફતે રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે.

– ગુજરાતમાં હાઈ સ્પીડ અને હાઈ-વોલ્યુમ બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવા માટે નવીનતમ જીપીઓએન ટેકનોલોજી પ્રસ્થાપિત કરી. જીટીપીએલ એફટીટીએક્સ સોલ્યુશન્સમાં અપગ્રેડ કરીને અન્ય પ્રદેશોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે

Q3 FY21 દરમિયાન રેવન્યુ (એક્સ.ઈપીસી) રૂ. 5,530 મિલિયન નોંધાઈ,જે વાર્ષિક ધોરણે 21 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 452 મિલિયન નોંધાયો હતો, જે વાર્ષિક ધોરણે 37 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

Q3 FY21 દરમિયાન ઈપીસી કોન્ટ્રાક્ટ રેવન્યુ, ઈબીઆઈટીડીએ અને પીબીટી અનુક્રમે રૂ. 1,026 મિલિયન, રૂ. 74 મિલિયન તથા રૂ. 72 મિલિયન રહેવા પામ્યો હતો. આ સમયગાળા દરમિયાન સીએટીવી સબસ્ક્રિપ્શનની રેવન્યુ રૂ. 2,718 મિલિયન રહેવા પામી હતી, જે વાર્ષિક ધોરણે 5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બ્રોડબેન્ડ રેવન્યુ વાર્ષિક ધોરણે 84 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 778 મિલિયન રહેવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.