Western Times News

Gujarati News

વેક્સિનનાં બે ડોઝ લગાવવાં પડશે, ગર્ભવતીને વેક્સિન નહીં અપાય

Files Photo

નવી દિલ્હી: દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાનો સૌથી મોટા ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ઇમ્યૂનાઇઝેશન અંગે સતર્કતા વર્તાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ફેક્ટશીટ શેર કરી છે.

મંત્રાલય દ્વારા જાહેર નિવેદન મુજબ, બંને ડોઝ એક જ વેક્સીનનાં લેવાનાં રહેશે. અલગ અલગ કંપનીની વેક્સીનનો ઉપયોગ નહીં કરવામાં આવે. એટલે કે જાે આપને કોવેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે તો બીજાે ડોઝ પણ કોવેક્સીનનો જ લેવાનો રહેશે. હાલમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સીન આપવામાં નહીં આવે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ફેક્ટશીટમાં ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ કેન્દ્ર તરફથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલાં પત્રમાં કોવૈક્સીન અને કોવિશીલ્ડ અંગે ફેક્ટશીટ શેર કરવામાં આવી છે. આ ફેક્ટશીટમાં વેક્સીનનાં ડોઝ, કોલ્ડ સ્ટોરેજ, વિરોધાભાષ જેવી ઘણી જાણકારીઓ શેર કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફેક્ટશીટને દરેક સ્તર પર કામ કરનારા મેનેજર્સ કે પછી વેક્સિનેશન પ્રોગ્રામને હેન્ડલ કરનારા અધિકારીઓ સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો છે. આપાત સ્થિતિનો પણ ઉલ્લેખ પત્રમાં વેક્સનેશન દરમિયાન વર્તવામાં આવતી સાવધાની અને વિરોધાભાષ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

‘આપાત સ્થિતિમાં ૧૮ વર્ષ કે પછી ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિઓને આ વેક્સીન આપવામાં આવશે. બંને ડોઝ એખ જ વેક્સનનાં આપવાનાં રેહશે. પહેલો બીજાે ડોઝ અલગ અલગ નહીં હોય. પણ એક જ વેક્સીન હોવી જાેઇએ. જાે કોઇ સ્થિતિમાં અલગ અલગ વેક્સીનનો ડોઝ આપવો પડે તો તેમને ઓછામાં ઓછું ૧૪ દિવસનું અંતર રાખવું જરૂરી રહેશે.

આપને જણાવી દઇએ કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેક આઇસીએમઆરની કોવૈક્સીનને ઇમરજન્સી યૂઝની પરવાનગી મળી ગઇ છે. દેશમાં તેમની બંને વેક્સીન દ્વારા ટીકાકરણ કાર્યક્રમ ચલાવવામાં આવશે. અમેરિકન દવા કંપની ફાઇઝરે પણ તેમની વેક્સીનને ઇમરજન્સી યૂઝની અનુમતિ માંગી હતી પણ દેશમાં કોઇ લોકલ સ્ટડી ન હોવાને કારણે તેમને હાલમાં ના પાડી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.