Western Times News

Latest News from Gujarat

આ વર્ષે પ્રજાસત્તાક દિવસે કોઈ મુખ્ય અતિથિ નહીં હોય

નવી દિલ્હી: ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિવસે આ વર્ષે કોઈ પણ દેશના રાષ્ટ્ર પ્રમુખ અતિથિ તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરતા કહ્યું છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિના રૂપમાં કોઈ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

છેલ્લા ૫૫ વર્ષમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવશે. આ વર્ષે ભારતે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા

પરંતુ બ્રિટનમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને જાેતા પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે તેવામાં કોઈ નવા રાષ્ટ્ર પ્રમુખ કે વડાપ્રધાનને આમંત્રણ આપવાનું કાર્ય સરળ ન હતું. તેથી સરકારે આ વર્ષે કોઈ મુખ્ય અતિથિ વગર જ ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનો ર્નિણય લીધો છે. આ પહેલા ૧૯૬૬મા પણ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં નિધન થયું હતું

જેના કારણે કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બંધારણની જરૂરીયાતો પ્રમાણે ઈન્દિરા ગાંધીએ પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા જ વડાપ્રધાન પદની શપથ લીધા હતા. તે વર્ષે ભારતે અત્યંત સાદગી સાથે પોતાનો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો. પ્રત્યેક વર્ષે ગણતંત્ર દિવસ પર કોઈને કોઈ રાષ્ટ્રના અધ્યક્ષ કે વડાપ્રધાનને અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરા બંધારણ અમલમાં આવ્યું ત્યારથી શરૂ થઈ હતી.

જાેકે, બાદમાં ઘણા વર્ષ સુધી મુખ્ય અતિથિને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. સૌથી પહેલા ૧૯૫૦મા ઈન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ સુકર્ણો ૨૬ જાન્યુઆરીએ મુખ્ય અતિથિના રૂપમાં આવ્યા હતા. બાદમાં ૧૯૫૪મા ભૂતાનના રાજા જિગ્મે ડોરજી મુખ્ય અતિથિ બન્યા હતા. ૧૯૫૫મા પાકિસ્તાનના ગવર્નર જનરલ ગુલામ મોહમમ્મદ મુખ્ય અતિથિ હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers