Western Times News

Gujarati News

દોરીએ રાહદારીનાં ગળા કાપ્યા, ૧૦૮ને ૨૯૬૦ કોલ મળ્યા

અમદાવાદ: ઉત્તરાયણ પતંગ ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીના (૧૦૮) કેસનો આંકડો ૨૯૦૦ને પાર પહોંચી ગયો છે. બેશક આ આંકડો વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ઓછો છે પણ આ વખતેય શહેરમાં દોરી વાગવાને કારણે લોકોનાં ગળા કપાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.

ગુજરાતમાં પતંગ ઉત્સવ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. જાેકે આ વખતે કોરોનાની ગાઈડ લાઈન અને ધાબા પર લોકોના ટોળા એકઠા ન થાય તે માટે સરકાર એ નિયમો કડક કર્યા હતા. છતાં પતંગ ચગાવનાર લોકોએ મન મુકીને પતંગ ચગાવવાની મજા માણી છે. અને તેની આ મજા કેટલાક લોકો માટે જીવનભરની સજા બની ગઈ છે. અમદાવાદમાં ૭૭ કોલ મળ્યા છે.

જેમાં ૨૨ લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે ૨૮ લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે. બાદમાં વડોદરામાં ૨૦, રાજકોટમાં ૧૬ અને સુરતમાં ૧૪ જેટલા કોલ દોરી વાગવા અને નીચે પડવાના મળ્યા છે. ઉત્તરાયણના દિવસે રાત્રે ૯ વાગ્યા સુધી પણ ૧૦૮ ઇમરજન્સીમાં કોલ્સ રણકતા રહ્યા. અને રાત્રે ૯ વાગ્યા સુધીમાં ઈમરજન્સી કોલ્સનો આંકડો ૨૯૪૦ એ પહોંચી ગયો હતો. જાેકે ગતવર્ષ ૨૦૨૦માં ઉત્તરાયણના દિવસે આ આંકડો ૩૪૭૮ હતો. આ વખતે કેસ ૫૦૦ ઓછા છે પણ ભયાનકતા એટલી ને એટલી જ છે.

આ ઈમરજન્સી કોલ્સમાં પતંગઉત્સવના કારણે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયેલા કેસ ૨૧૦ જેટલા પહોંચી ચુક્યા છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સીમાં આવેલા કોલ્સના આંકડા પર નજર કરીએ તો બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૫૭ કેસ, બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૨૦૫ કેસ, ૩ વાગ્યા સુધીમાં ૧૬૫૦ કેસ અને ૬ વાગ્યા સુધીમાં ૨૩૦૫ કેસ જ્યારે રાત્રે ૮ વાગે ૨૭૭૪ અને ૯ વાગ્યા સુધીમાં આ આંકડો ૨૯૬૦ સુધી પહોંચી ચુક્યો હતો.

અમદાવાદનો એક પણ ખૂણો બાકી રહ્યો નથી જ્યાંથી રાહદારીઓને અને વાહનચાલકને દોરી વાગવાના બનાવો સામે ન આવ્યા હોય. મહત્ત્વનું છે કે દર વખતે આપણે ઉત્તરાયણ ઘાતક દોરીથી નહિ ઉજવવાના તંત્ર દ્વારા કડક આદેશ આપવામાં આવે છે પણ એ આદેશોનું પાલન લોકો કરતા નથી. અને તેથી જ તેમની પતંગ ચગાવવાની મજા અન્ય લોકો માટે જીવનભરની સજા બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.