Western Times News

Latest News from Gujarat

એક સાથે ર૩ તુક્કલોથી  આકાશમાં સર્જાયો નેકલેસ જેવા નયનરમ્ય નજારો

ગાંધીનગરના સેકટર-૫/સી માં પતંગ શોખીન યુવાનો મહેુલ છત્રીવાલા, જયશીલ પટેલ, હિતેશ પ્રજાપતિ અને ધ્વનિ છત્રીવાલા દ્વારા ઉત્તરાયણના દિવસે સાંજે એક જ મોટા પતંગ ઉપર ર૩ (ત્રેવીસ) પરંપરાગત દેશી મીણબત્તીવાળી તુક્કલો ઉડાડવામાં આવી હતી.

પતંગ તથા તુક્કલના આ શોખીન યુવાનો દ્વારા ર૩ તુક્કલો એક જ પતંગ ઉપર ઉડાડવામાં આવી ત્યારે આકાશમાં સોનાના હાર નેકલેસ જેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું.

પતંગના આ શોખીનો લગભગ છેલ્લા ૧૫ વર્ષોથી એક જ પતંગ ઉપર ૧૫ કરતાં વધુ દેશી મીણબત્તીની તુક્કલો ઉડાડી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે કોરાનાની મહામારીનેધ્યાને રાખીને પૂરતી કાળજી સાથે તથા સલામત રીતે તુક્કલો ઉડાડી હતી.

આ યુવાનો દ્વારા હંમેશા ચાઇનીઝ તુક્કલો કે ઇલેકટ્રીક લાઇટની તુક્કલો ન ઉડાડતા દેશી મીણબત્તીની તુક્કલો કે જે વધુ મહેનત તથા કાળજી માંગલી લે તેવી જ ઉડાડતા આવ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers