Western Times News

Gujarati News

રિલાયન્સે શેર માર્કેટમાં નંબર વનની પોઝિશન ગુમાવી દીધી

મુંબઈ, દેશના શેર માર્કેટમાં બ્લૂ ચિપ સ્ટોક ગણાતા ટોચના શેર પૈકી લગભગ ૮ મહિના સુધી નંબર વનની પોઝીશન પર રહ્યા બાદ ફરી એકવાર મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાનો તાજ ગુમાવી દીધો છે. શેર બજના બે પ્રમુખ ઇન્ડેક્સમાંથી એક નિફ્ટી૫૦માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વેઇટેજ ઘટત જ તેના સ્થાને એચડીએફસી બેંકે લઈ લીધું છે. ગત વર્ષે લોકડાઉનની શરુઆતમાં રિલાયન્સે આ તાજ એચડીએફસી પાસેથી લીધો હતો. જાેકે હવે તેના વેઇટેજ ૧૦.૦૮ ટકા જેટલું છે. એક સમયે રિલાયન્સનું વેઇટેજ નિફ્ટી૫૦માં ૧૫ ટકા જેટલું થઈ ગયું હતું.

બીજી તરફ જાે માર્કેટ કેપની વાત કરવામાં આવે તો તેમાં પણ રિલાયન્સ નંબર વન સ્થાન ગુમાવી ચૂક્યું છે. ગત વર્ષે જુલાઈમાં ટાટા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું રિલાયન્સ જૂથ છ મહિના પણ આ સ્થાને રહી શક્યું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, પોતાની ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે ટાટા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે. આ ઉપરાંત શેરોમાં આવેલી તેજીના કારણે એચડીએફસી જૂથ દેશનું સૌથી મોટું જૂથ બની ગયું છે. જાેકે, રિલાયન્સ હજુ પણ દેશની સૌથી મોટી કંપની છે. જુલાઈ ૨૦૨૦માં ટાટા જૂથની ૧૭ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. ૧૩ લાખ કરોડ ઉપર પહોંચી ગયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.