Western Times News

Gujarati News

પુર તાંડવ : ભારતમાં ૧૨ લાખથી પણ વધારે લોકો સકંજામાં આવ્યા

નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના કારણે જુદા જુદા રાજ્યોમાં ૧૨ લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે. હજુ લાખો લોકો પુરના સકંજામાં છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી. દરમિયાન ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ ભારે વરસાદ થયો છે.

અહીં ભેંખડો ધસી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. આવી જ રીતે બંગાળ અને ઓરિસ્સામાં પાંચ લોકોના મોત થયા છે. કેરળમાં મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કર્ણાટકમાં ૫૦ ઉપર પહોંચી ગયો છે.

કેરળમાં હજુ ૫૦ લોકો લાપતા થયા છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી જારી રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થઇ ચુક્યા છે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.કેરળમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બીજા ૧૦ લોકોના મૃતદેહો મળતા મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ચુક્યો છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે

તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળ પહોંચી ચુકી છે. એર્નાકુલમમાં લોકોના ઘરમાં ઘુસેલા પાણીને દુર કરવામાં આવી રહ્યા છે.

કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતી જાવા મળી રહી છે. કોચિ એરપોર્ટ ખાતે કામગીરી આંશિકરીતે ફરી શરૂ કરવામાં આવી છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા.

તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૨.૪૭ લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. કેરળમાં ૧૪ જિલ્લા માટે આજે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રાહત કેમ્પોની મુલાકાત લીધી છે. કેરળમાં હજુ ભારે વરસાદ થઇ શકે છે. ૧૬૩૯ રાહત કેમ્પોમાં ૨.૪૭ લાખ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે.

રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૫૦ લોકોના મોત થયા છે.૧૨ લોકો હજુ લાપતા થયેલા છે. મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પા દ્વારા પુર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં મકાનો ગુમાવી દેનાર માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે. કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની  રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.