Western Times News

Gujarati News

યુપી-ઉત્તરાખંડમાં માયાવતી કોઈ સાથે ગઠબંધન નહીં કરે

ચૂંટણીઓ પૂર્વે બહુજન સમાજ પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક-યુપીમાં બસપાની સરકાર બને તો મફત વેક્સિન આપવાનું વચન, ખેડૂતોની માગ સ્વીકારવા કેન્દ્ર સરકારને અપીલ

નવી દિલ્હી, ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત થશે. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રસીકરણ અભિયાન અંગે સરકારના ર્નિણયનું સ્વાગત કર્યું. સાથે જ તેમણે સરકારને સમગ્ર દેશમાં મફ્તમાં વેક્સિન આપવા માટે અનુરોધ કર્યો છે.

માયાવતીએ કહ્યું કે, જાે ઉત્તર પ્રદેશમાં બસપાની સરકાર બનશે તો તે બધાને મફ્તમાં વેક્સિન આપશે. સાથે જ તેમણે જણાવ્યું કે, બહુજન સમાજ પાર્ટીએ કેન્દ્ર સરકારને દિલ્હીમાં આંદોલન કરી રહેલાં ખેડૂતોની માંગો સ્વીકારવાની અપીલ કરી છે.

આ સાથે જ એક મહત્વની જાહેરાત કરતાં માયાવતીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની આગામી વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી કોઇ પણ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટી એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે.

આ પહેલાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જાહેરાત કરી હતી કે, તે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઇ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું હતું કે, તે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. નોંધનીય છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સપા અને બસપાએ હાથ મિલાવ્યો હતો. માયાવતી અને અખિલેશે એક થઇને મોદી લહેરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગઠબંધનનો સૌથી વધુ લાભ માયાવતીને થયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં ખોતું ન ખોલનાર બસપાએ ૨૦૧૯માં ૧૦ સીટો મેળવી હતી. જ્યારે સપા ૨૦૧૯માં પણ પાંચ જ સીટો મેળવી શકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.