Western Times News

Gujarati News

ચમનપુરામાં ર૦ દિવસની બાળકીની ક્રુર હત્યા

સ્થાનિક બુટલેગર અને કુખ્યાત શખ્સ સતીષ પટણી અને તેના સાગરિતોએ નશામાં ધુત બની હસનજીવાની ચાલીના નાકે બાપાલાલ ઘાંચીની ચાલીમાં સશ† હુમલો કરી આંતક મચાવ્યો  : પ્રસુતિ માટે પિયર આવેલી યુવતિ, તેની કાકી તથા અન્ય પરિવારના સભ્યો પર હુમલો કરી ર૦ દિવસની બાળકીને માથામાં પાઈપો ફટકારી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે હત્યાની ઘટનાઓની હારમાળા સર્જાઈ છે આરોપીઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતે ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકો પર હુમલા કરી આંતક મચાવી રહયા છે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાઓના કારણે સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ વિસ્તારમાં અવારનવાર ગેંગવોર જેવી સ્થિતિ સર્જાય છે તથા બુટલેગરો દ્વારા આંતક મચાવવામાં આવે છે શહેર પોલીસ કમિશ્નર કચેરીને અડીને આવેલા આ વિસ્તારમાં સાંજ પડતા જ ગુંડાઓનુ રાજ છવાઈ જાય છે જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

જેમાં ચમનપુરા વિસ્તારમાં સ્થાનિક બુટલેગર અને તેના સાગરિતોએ નશાની હાલતમાં એક ચાલીમાં રહેતા પરિવાર પર હુમલો કરી ર૦ દિવસની બાળકીની નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને રાતભર સ્થાનિક નાગરિકોએ રસ્તા પર ઉતરી આવી પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચારો કર્યાં હતા તથા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી.

કુખ્યાત શખ્સ

(3) સતીષ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા)
(1) ગોપાલ ઉર્ફે હોલી ગોવિંદભાઈ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) (4) દિપક ઉર્ફે વિઠ્ઠલભાઈ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા)
(2) હિતેશ રોહિતભાઈ મારવાડી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) (5) લખન ઠાકોર (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા)

સમગ્ર વિસ્તારમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશ્નરે પણ આ ઘટનામાં તપાસનો આદેશ આપી સ્થાનિક પોલીસને મહત્વપૂર્ણ સુચનો કર્યા છે જેના પગલે મધરાતે મુખ્ય સુત્રધારને ઝડપી લેવામાં આવ્યો છે જયારે હજુ પણ ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. મેઘાણીનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં અવારનવાર જુથ અથડામણની ઘટનાઓ ઘટતી હોય છે આ બનાવોમાં બુટલેગરો દ્વારા સ્થાનિક નાગરિકો ઉપર હુમલા કરી ધાકધમકી આપવામાં આવતી હોય છે આ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ તથા અસામાજિક પ્રવૃતિઓથી સમગ્ર વિસ્તારમાં વસતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જા અસામાજીક પ્રવૃતિનો વિરોધ કરવામાં આવે તો તેઓની ઉપર હુમલા કરવામાં આવે છે અને પોલીસ પણ આરોપીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો થઈ રહયા છે.

ખુશ્બુ સગર્ભા બનતા જ પિયર આવી હતી

ચમનપુરા વિસ્તારમાં આવેલી હસનજીવાની ચાલીના નાકે આવેલી બાપાલાલ ઘાંચીની ચાલીમાં રહેતી લક્ષ્મીબેન મુકેશભાઈ પટણી નામની આધેડ મહિલા ઘરકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે અને તેને ૬ સંતાનો છે જેમાં એક દિકરો અને પાંચ દિકરીઓ છે જેમાં દિવ્યા અને ખુશ્બુના લગ્ન થઈ ગયા છે દિવ્યાના લગ્ન બાપુનગર ગુજરાત હાઉસીંગમાં રહેતા સંજયભાઈ પટણી નામના યુવક સાથે થયા છે

જયારે ખુશ્બુના લગ્ન અસારવા વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લુભાઈની ચાલીમાં રહેતા વિક્રમભાઈ પટણી નામના યુવક સાથે થયેલા છે દિવ્યા અને ખુશ્બુ બંને સગર્ભા બનતા તેઓને ડીલીવરી માટે તેઓની માતા લક્ષ્મીબેન પિયર તેડી આવ્યા હતા અને ર૦ દિવસ પહેલા જ ખુશ્બુએ બાળકીને જન્મ આપ્યો હતો. કલાપીનગર ખાતે આવેલા મેટરનીટી હોમમાં તા.૧૭.પ ના રોજ બાળકીને જન્મ આપ્યા બાદ માતા અને પુત્રીને બંનેને ઘરે લઈ આવ્યા હતા અસહ્ય ગરમીના કારણે તેઓ ગઈકાલે રાત્રે લક્ષ્મીબેન તથા તેમની દેરાણી સરોજબેન તથા પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નવજાત બાળકી તથા અન્ય બાળકોને લઈને બેઠા હતા તે સમયે જ આરોપીઓએ હુમલો કર્યો હતો.

આ પરિસ્થિતિમાં શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હેઠળના ચમનપુરા વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારો બનાવ બન્યો છે આ વિસ્તારમાં આંતક ફેલાવી લોકોને ધાકધમકી આપવા તથા છોકરીઓની છેડતી કરતો કુખ્યાત શખ્સ (૧) સતીષ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) (ર) ગોપાલ ઉર્ફે હોલી ગોવિંદભાઈ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) (૩) દિપક ઉર્ફે વિઠ્ઠલભાઈ પટણી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) (૪) હિતેશ રોહિતભાઈ મારવાડી (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) અને (પ) લખન ઠાકોર (રહે. પતરાવાળી ચાલી, ચમનપુરા) ગઈકાલે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ હાથમાં તીક્ષ્ણ હથિયારો લાકડીઓ અને પાઈપો લઈને હસન જીવાની ચાલીના નાકે આવેલી બાપાલાલ ઘાંચીની ચાલીમાં ઘુસ્યા હતા અને લોકો પર હુમલો કરવા લાગ્યા હતા જેના પરિણામે સમગ્ર ચાલીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આ સમયે ચાલીમાં પોતાના ઘરની બહાર ખુશ્બુ નામની પરિણીતા તથા તેની કાકી અને બાળકો ગરમીમાં ખાટલામાં બેઠા હતા.

ખુશ્બુ અને તેના પરિવારજનો ઘરની બહાર બેઠા હતા એ સમયે જ પાંચેય આરોપીઓ શ†ો સાથે ત્યાં ધસી આવ્યા હતા અને પાંચેય શખ્સો દારૂના નશામાં ધુત હતા આ સમયે ઘરની બહાર બેઠેલી મહિલાઓ અને નાની બાળકીઓ પર પાંચેય શખ્સોએ હુમલો કર્યો હતો.

આ સમયે ખુશ્બુની ર૦ દિવસની નવજાત બાળકી ખાટલીમાં સુતી હતી આરોપીઓએ આ નવજાત બાળકી પર લોખંડની પાઈપ ફટકારતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ સમયે હાજર મહિલાઓએ મહિલાઓ ઉપર પણ આ પાંચેય શખ્સો તૂટી પડયા હતાં જેના પરિણામે મૃતક નવજાત બાળકીની માતા ખૂશ્બુ તથા તેના પરિવારની અન્ય મહિલાઓને પણ ઈજાઓ પહોંચી હતી આ ઉપરાંત નજીકમાં જ સુતેલા અન્ય એક બાળક પર આ શખ્સોએ હુમલો  કર્યો હતો જેના પરિણામે તેને પણ ઈજા પહોંચી હતી પરિવાર પર હુમલાની ઘટનાથી સમગ્ર ચમનપુરા વિસ્તારમાં ભારે હોહામચી ગઈ હતી.

હુમલાખોર શખ્સોમાં સતીષ પટણી મુખ્ય સુત્રધાર છે અને તે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિસ્તારમાં આંતક ફેલાવી રહયો છે ચાલીમાં ર૦ દિવસની નવજાત બાળકીની હત્યાના ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે તંગદિલી છવાઈ ગઈ હતી મહિલાઓ ઉગ્ર દેખાવો કરવા લાગી હતી અને સમગ્ર ચાલીમાં ભારે રોકકળ મચી ગઈ હતી બીજીબાજુ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક લોકોને સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓને ફાંસીની સજાની માંગ :
ચમનપુરા વિસ્તારમાં ર૦ દિવસની નવજાત બાળકીની ક્રુરતાપૂર્વક હત્યા કરનાર સતીષ પટણી, ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોરે આંતક મચાવ્યો હતો આરોપીઓએ ર૦ દિવસની બાળકીના માથાના ભાગમાં લોખંડની પાઈપ ફટકારી દેતા તેનુ સ્થળ પર મોત નીપજયું હતું આ ઉપરાંત આરોપીઓએ ખુશ્બુની કાકી સરોજબેનને પણ માથાના ભાગે લાકડાનો ફટકો મારતા તેઓ પણ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયા હતાં દિવ્યાને ગોપાલે માથામાં પાઈપ મારતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઉપરાંત અન્ય એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી આટલી ક્રુરતાપૂર્વક ર૦ દિવસની બાળકીની હત્યા અને મહિલાઓ પર હુમલો કરવાની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરવામાં આવી રહી છે એટલું જ નહી પરંતુ તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી રજુઆત પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી.

પરંતુ વાતાવરણ ખૂબ જ તંગદિલીભર્યું બની જતાં વધારાનો પોલીસ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. મેઘાણીનગરની આ ઘટનાથી પોલીસતંત્ર પણ હચમચી ઉઠયું છે સ્થાનિક નાગરિકોએ પોલીસ કામગીરી સામે ઉગ્ર આક્ષેપો કર્યા હતાં આરોપી વિરૂધ્ધ અગાઉ કોઈ કાર્યવાહી નહી થતાં આજે સતીષ પટણી નામના બુટલેગરે આ વિસ્તારમાં આંતક મચાવેલો છે અને ગઈકાલે રાત્રે ર૦ દિવસની બાળકીની હત્યા કરી નાંખતા હવે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.