Western Times News

Gujarati News

નાગિન ૪ ફેમ એક્ટ્રેસ નિયા શર્માએ 80 લાખની કાર ખરીદી

મુંબઈ: સીરિયલ નાગિન ૪ ફેમ એક્ટ્રેસ નિયા શર્માએ થોડા દિવસ પહેલા જ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું હતું. હવે એક્ટ્રેસે પોતાનો વધુ એક મોંઘી ગિફ્ટ આપી છે. નિયાએ હાલમાં જ મોંઘીદાટ કાર ખરીદી છે.

જેના વિડીયો અને તસવીરો એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ૩૦ વર્ષની નિયા શર્માએ લક્ઝરી કાર લેવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે. નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શો-રૂમનો વિડીયો શેર કર્યો છે.

જેમાં તે કાર પરથી કવર હટાવતી જાેવા મળે છે. મોનોક્રોમ આઉટફિટમાં શો રૂમ પહોંચેલી નિયા ખૂબસૂરત લાગતી હતી. તેની સાથે તેનો ભાઈ વિનય પણ કાર લેવા પહોંચ્યો હતો. નિયાએ પોતાની ‘બ્લેક બ્યૂટી’ની તસવીરો અને વિડીયો શેર કરતાં લખ્યું, “તમે ખુશીઓ નથી ખરીદી શકતાં પણ કાર ખરીદી શકો છો. બંને લગભગ સમાન છે! નિયા શર્માએ વોલ્વોની નવી કાર ખરીદી છે. જેની કિંમત લગભગ ૮૦ લાખથી વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાની આ કાર XC90 પ્રીમિયમ એસયુવી છે અને ૭ સીટર છે. આ કારની કિંમત ૮૦.૯૫ લાખથી ૧.૩૧ કરોડ રૂપિયા વચ્ચે છે. નિયા શર્માની આ પોસ્ટ પર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે. નિયાના ખાસ મિત્રો અને એક્ટર અર્જુન બિજલાની તેમજ રવિ દુબે ઉપરાંત ટેલિવિઝન એક્ટર્સ આમિર અલી, શશાંક વ્યાસ, અર્જિત તનેજા, આશા નેગી, તનાઝ ઈરાની, મિનલ મોગમ સહિતનાએ શુભેચ્છા આપી હતી. આમિર અલીએ શુભકામના આપતાં લખ્યું, ‘કોંગ્રેચ્યુલેશન્સ…આ કાર વિશેનો આપણો સંવાદ યાદ છે

ને આ ઉપરાંત નિયાના ફેન્સ પણ તેને અઢળક શુભેચ્છાઓ આપી રહ્યા છે. નવી કાર ખરીદ્યા પછી નિયા શર્મા પોતાના ફ્રેન્ડ્‌સ અર્જુન બિજલાની અને રવિ દુબે સાથે રાઈડ પર નીકળી હતી. અર્જુન અને રવિએ નિયાની કારના નવા વિડીયો શેર કર્યા હતા. સાથે જ એક્ટ્રેસને શુભેચ્છા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.