Western Times News

Gujarati News

પરિવાર-બોયફ્રેન્ડ સાથે હિના ખાન સુલા વાઈનયાર્ડ્‌સમાં

મુંબઈ: હિના ખાને હાલમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ૧૨ વર્ષ પૂરા કર્યા છે. તેથી, હાલ તે સેલિબ્રેશનના મૂડમાં છે. ૧૨મી જાન્યુઆરીએ ૧૨ વર્ષ પૂરા થતાં હિના ખાને સોશિયલ મીડિયા પર કરિયરની શરુઆતથી લઈને અત્યારસુધીના કરિયરની ઝલક એક વીડિયો દ્વારા દેખાડી હતી. આ સિવાય તેણે કેક પણ કટ કરી હતી.

હવે, તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ, ભાઈ-ભાભી અને હિના લાડ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી પરથી એક્ટ્રેસ પોતાના લોકો સાથે સેલિબ્રેશન કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

હિના ખાન હાલ નાસિકના પ્રખ્યાત સુલા વાઈનયાર્ડ્‌સમાં રજા માણી રહી છે. સુલા વાઈનયાર્ડ્‌સ વાઈનના શોખીનો માટે જાણીતી જગ્યા છે. હિનાએ જે તસવીર શેર કરી છે, તેમાં તમામ વિક્ટરીની સાઈન દેખાડી રહ્યા છે. હિના ખાને વ્હાઈટ ફ્લોરલ લેસ ડ્રેસ પહેર્યો છે.

તેણે આ સાથે વાઈનયાર્ડ્‌સમાં એન્જાેય કરતી કેટલીક તસવીરો પણ શેર કરી છે. કોઈ સુલા વાઈનયાર્ડ્‌સ જાય અને વાઈન કેવી રીતે બને છે તે જાેવાનું કઈ રીતે ભૂલે? હિના પણ જ્યાં વાઈન બને છે તે જગ્યા પર પહોંચી હતી અને અલગ-અલગ વાઈનનો ટેસ્ટ કર્યો હતો. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાડી છે.

હિના ખાને આ સિવાય ભાઈ-ભાભીની તેમજ પોતાની રોકી સાથેની કેટલીક રોમાન્ટિક તસવીરો પણ શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં ૧૨ વર્ષ પૂરા થતાં હિના ખાને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરનારી હિના ખાને જણાવ્યું હતું કે, ‘આ માત્ર શરુઆત છે. હું ફિલ્મોમાં આગળ વધવા માગુ છું અને મેં થોડી ફિલ્મ કરી છે. મને થોડો સારો રિસ્પોન્સ મળ્યો છે. જે પ્રકારનું કામ, જે પ્રકારના પ્રોજેક્ટ મેં પસંદ કર્યા, તેનાથી હું થોડી ખુશ છું.

હું ભવિષ્યમાં વધુ ફિલ્મો કરવા તરફ જાેઈ રહી છું. ૧૨ વર્ષ ઘણા ફળદાયી રહ્યા. મને ફેન્સ અને શુભચિંતકો તરફથી ઘણો પ્રેમ અને આકર્ષણ મળ્યું. આટલા વર્ષોમાં શીખવાનો અનુભવ મળ્યો. તે પછી ડિજિટલ ફિલ્મની વાત હોય કે પછી ફિચર ફિલ્મ, શો લોન્ચિંગ, રેડ કાર્પેટ પર વોકિંગ, ઈન્ટરનેશનલ રેડ કાર્પેટ પર ડેબ્યૂ, એવોર્ડ જીતવાની વાત હોય. મારી જર્ની અદ્દભુત રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.