Western Times News

Gujarati News

રિતેશ દેશમુખ બાળકોને લઈને ધાબા પર ચડી ગયો

મુંબઈ: રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા બોલિવુડના એવા કપલમાંથી એક છે, જેઓ દરેક તહેવારને ધામધૂમથી ઉજવે છે. આટલું જ નહીં તેઓ સેલિબ્રેશનમાં તેમના બાળકોને પણ સામેલ કરે છે તેમજ તેમને મહત્વ પણ શીખવે છે.

૧૪મી જાન્યુઆરીએ દેશભરના લોકોએ જ્યારે મકરસંક્રાંતિ મનાવી ત્યારે રિતેશ-જેનેલિયાના બાળકો પણ તેમા જાેડાયા હતા. ઉત્તરાયણ પર કપલ બંને બાળકોને લઈને ધાબે ચડી ગયું હતું,

જ્યાં તેમના બાળકોએ પતંગ ચગાવ્યા હતા અને તલના લાડુનો આનંદ માણ્યો હતો. જેનેલિયાએ તેમના બાળકો પતંગ ચગાવતા હોય તેવો વીડિયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં રિતેશનો દીકરો વિયાન ફ્રેન્ડ્‌સ સાથે પતંગ ચગાવતો જાેવા મળી રહ્યો છે. આ સિવાય તે તેલના લાડુ પણ ખાઈ રહ્યો છે.

રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ તહેવાર આમ તો ગુજરાતમાં ઉજવવામાં આવે છે. પરંતુ હવે તેની ઉજવણી મુંબઈમાં પણ થાય છે. મારા પિતા લાતૂરના હતા, તેમને ત્યાં પતંગ ઉડાડવાનું આટલું મહત્વ નહોતું.

તેથી પતંગ ચગાવવાનું મેં મારા ફ્રેન્ડ્‌સ પાસેથી શીખ્યું’. બાળપણની યાદનો સંભારતા રિતેશે કહ્યું હતું કે, ‘અમે દરિયાકિનારે આવેલા સરકારી બંગ્લોમાં રહેતા હતા. સ્કૂલે આવતાની સાથે જ અમે ધાબા પર ચડી જતા હતા અને એકબીજાના પતંગ કાપતા હતા.

મારા ફ્રેન્ડ્‌સ પણ પતંગ ચગાવવા માટે અમારા ઘરે આવતા હતા. પતંગ ઉડાવવાથી વધારે અમે કપાયેલો પતંગ લૂંટવા માટે દોડતા હતા. એક્ટરે તેમ પણ કહ્યું હતું કે, તે તેના બાળકોને પણ પતંગ ચગાવવાની કળા શીખવવા માટે આતુર છે. ‘મારા બાળકો એટલી ઉંમરના થઈ ગયા છે જ્યાં તેઓ એક્ટિવિટીને સમજી શકે.

ગયા વર્ષે તો અમે પતંગ નહોતા ચગાવ્યા. પરંતુ આ વર્ષે હું મારા બાળકોને પતંગ ચગાવતા શીખવીશ. રિતેશ અને જેનેલિયાએ દિવાળી પણ ધામધૂમથી ઉજવી હતી. આ પ્રસંગે રિતેશે એક વીડિયો શેર કર્યો હતો અને તેની માતાની સાડીમાંથી કૂર્તા શીવડાવ્યા હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.