Western Times News

Gujarati News

બિલ ગેટસ બન્યા અમેરિકાના સૌથી મોટા ખેડૂત, 2.42 લાખ એકર જમીન ખરીદી

વૉશિંગ્ટન, ભારતમાં ખેડૂતો નવા કૃષિ કાયદા સામે ચલાવી રહેલા આંદોલનનુ એક કારણ એ છે કે, ખેડૂતોને બીક લાગે છે કે અમારી જમીન ઉદ્યોગો લઈ લશે.

બીજી તરફ અમેરિકામાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે બિલ ગેટસ હવે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2.42 લાખ એકર જમીનના માલિક થઈ ગયા છે.બિલ ગેટ્સ અમેરિકામાં આટલી જમીન ધરાવતા પહેલા પ્રાઈવેટ ઓનર બન્યા છે.

આ પૈકી એરિઝોના રાજ્યમાં ગેટ્સે જે જમીન ખરીદી છે તેના પર એક સ્માર્ટ સિટી બનાવવાની પણ યોજના છે.જોકે એ સિવાય આટલા મોટા પાયે જમીન ખરીદવા પાછળ ગેટ્સની યોજના શું છે તેની જાણકારી સામે આવી નથી.

આ પહેલા 2018માં ગેટસે પોતાના ગૃહ રાજ્ય વોશિંગ્ટનમાં 16000 એકર જમીન લીધી હતી.આ જમીન માટે તેમણે 1251 કરોડ રુપિયા ચુકવ્યા હતા.એવુ મનાય છે કે, ગેટસે ઈન્વેસ્ટમેન્ટ માટે આટલી જમીન ખરીદી હોય તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.