Western Times News

Latest News from Gujarat

સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી મળી, ત્રીજા તબક્કામાં 1500 લોકો પર ટેસ્ટ કરાશે

નવી દિલ્હી/ હૈદરાબાદ, કોરોનાની ત્રીજી રસી સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ મંજૂરી આપી દીધી હતી.

આ રસી રશિયામાં બની રહી છે અને ભારતમાં ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં એ તૈયાર થઇ રહી હતી. DCGIએ એની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી હતી.

અત્યાર પહેલાં આપણે ત્યાં ફાઇઝર અને ઘરઆંગણાની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાની રસીને આપવાની મંજૂરી મળી હતી અને આજથી દેશના વિવિધ રાજ્યોના જુદાં જુદાં શહેરો તથા ગ્રામ વિસ્તારોમાં આ બંને રસી આપવાની શરૂઆત થશે.

હૈદરાબાદમાં આવેલી ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં સ્પૂટનીક ફાઇવ રસી તૈયાર છે અને ડૉક્ટર રેડ્ડીએ જણાવ્યા મુજબ ત્રીજી ટ્રાયલમાં 1500 સ્વયંસેવકોને આ રસી આપવામાં આવશે.

કેન્દ્રના આરોગ્ય ખાતાએે જણાવ્યા મુજબ અત્યારે વિશ્વમાં 200 કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરી રહી હતી. એમાં ત્રીસેક કંપનીઓ ભારતની છે. જો કે અત્યાર સુધીમાં સીરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને  ભારત સરકારે મંજૂરી આપી દીધી હતી અને આજથી આ બે રસી આપવાની શરૂઆત થવાની છે. ગુજરાત રાજ્યમાં ઝાયકોવિડ રસી અત્યારે ટ્રાયલના તબક્કામાં છે. હવે ડૉક્ટર રેડ્ડીની રસી પણ ટ્રાયલના તબક્કામાં આવી ચૂકી હતી.

ડૉક્ટર રેડ્ડીની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલની પરવાનગી આપવા અગાઉ ડેટા એન્ડ સિક્ર્યોરિટી મોનિટરીંગ બોર્ડ દ્વારા એના બીજી ટ્રાયલના રિપોર્ટનો અભ્યાસ હાથ ધરાયો હતો. એમાં સંતોષ થયા બાદ ડૉક્ટર રેડ્ડીની રસીને ત્રીજી ટ્રાયલની પરવાનગી આપવામાં આવી હતી.

ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીના સહાધ્યક્ષ જે વી પ્રસાદે કહ્યું કે ક્લીનીકલ ટ્રાયલ એક મહત્ત્વનો તબક્કો છે. અમે આ મહિનામાં જ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દઇશું. ભારતની પ્રજા માટે એક સુરક્ષિત રસી તૈયાર કરવાની અમને આશા છે.

ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીએ ગયા વર્ષના સપ્ટેંબરમાં  RDIF સાથે સ્પૂટનિક ફાઇવ રસી બાબતમાં સમજૂતી કરી હતી. એ સમજૂતી હેઠળ ભારતમાં સ્પૂટનિક ફાઇવ રસીની ટ્રાયલ અને વિતરણ કરવાના અધિકારો ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીએ મેળવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers