Western Times News

Gujarati News

દિલ્હી એનસીઆરમાં ભારે ઠંડી સાથે ગાઢ ધુમ્મસ: અનેક ઉડયન રદ

નવીદિલ્હી, દિલ્હી એનસીઆરમા ભારે ઠંડીની સાથે આજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું ઠંડીની સાથે થઇ રહેલ ધુમ્મસે લોકોની પરેશાનીઓ વધારી દીધી હતી દિલ્હી એનસીઆરમાં એટલું ધુમ્મસ હતું કે કંઇ પણ જાેઇ શકાતુ ન હતી વિઝિબિલીટી ખુબ ઓછી થઇ ગઇ હતી માર્ગ પર વાહન ધીમે ધીમે દોડી રહ્યાં હતાં જયારે મૌસમ વિભાગે આગાહી કરી છે કે બે દિવસ શીત પ્રકોપ વધુ વધશે.

પાટનગર દિલ્હીના દ્વારકા અને ધૌલા કુઆંમાં દ્‌શ્યતા એટલે કે વિઝિબિલીટી ઓછી રહી હતી ધુમ્મસની અસર રેલ સેવા અને ફલાઇટ્‌સ પર પણ પડી છે.આજે સવારે ૫.૩૦ કલાકે ૯.૮ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું જે આગામી ૨૪ કલાક દરમિયાન ૦.૨ ડિગ્રી નીચે જવાની સંભાવના છે સફદરગંજમાં ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જે આગામી ૨૪ કલાક દરમિયાન ૧.૨ ડિગ્રી વધવાની સંભાવના છે જાે કે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં ન્યુનતમ તાપમાનમાં ૩થ ૪ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

જયારે બીજી તરફ દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસની સાથે પ્રદુષણનો પણ માર પણ પડી રહ્યો છે દેશના પાટનગરમાં એર કવાલિટી ઇડેકસ એકયુઆઇ ૪૯૨ માપવામાં આવ્યો હતો મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર શીત લહેરનો પ્રકોપ હજુ વધશે અને પારો ચાર ડિગ્રી સુધી પહોંચી જશે ૧૮ જાન્યુઆરી બાદથી ઠંડીમાં કેટલીક રાહત મળવાની સંભાવના છે જાે કે ગત કેટલાક દિવસોથી ઠંડીનો અહેસાસ કરી રહેલ દિલ્હીવાસીઓને થોડી રાહત મળી છે. આસમાનમાં આંશિક રીતે વાદળ છવાયેલા રહેવાને કારણે દિલ્હીનું ન્યુનતમ તાપમાન સામાન્યથી એક ડીગ્રી વધુ ૬.૭ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું જયારે અધિકતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી વેલ્સિયસ નોંધવામાં આવ્યું ધુમ્મસને કારણે સફદરગંજમાં દ્‌ષ્ટિતા ઘટી ૨૦૧ મીટપ અને પાલમમાં ૩૦૦ મીટર રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.