Western Times News

Latest News in Gujarat

સુષ્માએ યુએનમાં ભાષણ વેળા બોધપાઠ શિખવાડ્યો

નવી દિલ્હી, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે આયોજિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન બની ગયા બાદ તેમને પ્રથમ બોધપાઠ સુષ્મા સ્વરાજથી મળ્યો હતો જ્યાં તમામ લોકોએ સુષ્મા સ્વરાજની સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે મોદીએ એ ગાળાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો

જ્યારે તેઓ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપનાર હતા. મોદીએ કહ્યું હતું કે, યુએનમાં તેમનું ભાષણ થવાનું હતું તેઓ પ્રથમ વખત ત્યાં જઇ રહ્યા હતા. સુષ્મા સ્વરાજ તેમનાથી પહેલા પહોંચી ગયા હતા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે સુષ્મા સ્વરાજ ગેટ ઉપર જ હતા.તેઓએ કહ્યું હતું કે, સવારમાં નિવેદન કરવાનું હતું જેથી ચર્ચા માટે સુષ્મા સ્વરાજને કહ્યું હતું. સુષ્મા સ્વરાજે આ ગાળા દરમિયાન કેટલીક જરૂરી માહિતી આપી હતી.

મોદીએ કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજે તેમને સલાહ આપતા કહ્યું હતું કે, દુનિયાથી ભારતની વાત કરવાની છે.કોઇપણ વાત ઇચ્છાશક્તિથી થઇ શકશે નહીં. તેઓ વડાપ્રધાન હતા અને વિદેશ મંત્રાલયમાં સુષ્મા સ્વરાજ હતા પરંતુ સુષ્મા સ્વરાજે અધિકારપૂર્વક અને સૂચના સાથે તેમને સલાહ આપી હતી. એ વખતે સુષ્મા સ્વરાજની સમક્ષ તેઓએ કહ્યું હતું કે, વાંચીને બોલવાની બાબત તેમના માટે મુશ્કેલ સમાન હોય છે.

તેઓ એમ જ નિવેદન કરશે પરંતુ સુષ્મા સ્વરાજે તેમની વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, વાંચીને બોલવાનું રહેશે. રાત્રિ ગાળામાં જ સુષ્મા સ્વરાજે તેમની પાસેથી સ્પીચ તૈયાર કરાવી હતી. સુષ્મા સ્વરાજને યાદ કરીને મોદીએ તેમની સિદ્ધિઓને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજ વિનમ્ર અને નમ્ર હતા. બોલવામાં તમામને પ્રભાવિત કરનાર તરીકે હતા. ઉપસ્થિત લોકોએ સુષ્મા સ્વરાજને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.