Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૫,૫૯૦ નવા કોરોનાના કેસ

નવીદિલ્હી, ભારત સહિત દુનિયાભરના ૧૮૦થી વધુ દેશ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધી ૯.૨૩ કરોડથી વધુ લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ચુકયા છે આ વાયરસ ૧૯.૭૮ લાખથી વધુ સંક્રમિતોની જીંદગી છીનવાઇ ગઇ છે. ભારતમાં પણ દરરોજ કોવિડ ૧૯ના મામલા વધી રહ્યાં છે સંક્રમિતોની સંખ્યા ૧ કરોડનો આંકડો પાર કરી ચુકયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૦૫,૨૭,૬૮૩ થઇ ગઇ છે ગત ચોવીસ કલાકમાં કોરોનાના ૧૫,૫૯૦ નવા મામલા સામે આવ્યા છે.

ગત ચોવીસ કલાકમાં ૧૫સ૯૭૫ દર્દી ઠીક થયા છે આ દરમિયાન ૧૯૧ કોરોના સંક્રમિતોના મોત નિપજયા છે અત્યાર સુધી કુલ ૧,૦૧,૬૨,૭૩૮ દર્દી ઠીક થઇ ચુકયા છે ૧,૫૧,૯૧૮ લોકોના જીવ જીવ ગયા છે કોરોનાના વર્તમાન મામલાની સંખ્યા ૨.૫ લાખથી નીચે છે આ સમયે દેશમાં ૨,૧૩,૦૨૭ એકિટવ કેસ છે રિકવરી રેટની વાત કરીએ તો તેમાં સામાન્ય વધારો થયો છે તે ૯૬.૫૩ ટકા પર પહોંચી ગયો છે. પોઝીટીવિટી રેટ ૨.૦૨ ટકા છે ડેથ રેટ ૧.૪૪ ટકા છે.

એ યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશમાં કોરોનાથી બચાવ માટે રસીકરણ અભિયાનન શરૂઆત કરી છે આ વિશ્વનૌ સૌથી મોટું રસીકરણ અભિયાન છે.તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૩૦૦૬ સ્થાન ડિઝીટલ માધ્યમથી જાેડાયા છે અને દરેક કેન્દ્ર પર ૧૦૦ લાભાર્થીઓની રસીકરણ કરાયુ હતું. સરકાર દ્વારા ખરીદવામં આવેલ કોવિશીલ્ડ અને કોવૈકસીન રસીની ૧.૬૫ કરોડ ખુરાક આરોગ્ય કર્મચારીઓના આંકડા અનુસાર રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરીત કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.