Western Times News

Gujarati News

જાણીતાં પત્રકાર સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી કરવામાં આવી

નવીદિલ્હી, નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની ઓફર કરવામાં આવી હતી.એમણે ટિ્‌વટમાં લખ્યું કે, “હું એક ખૂબ મોટાં ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું.”

એમણે પોતાનાં નિવેદનને ટિ્‌વટ કરતાં કહ્યું કે, આ મામલે હવે હું સોશિયલ મીડિયામાં કંઈ નહીં કહું.નિધિ રાજદાને ૨૧ વર્ષ એનડીટીવીમાં કામ કર્યું અને આ કથિત નવી નોકરીની ઓફર બાદ તેમણે જૂન ૨૦૨૦માં રાજીનામું આપી દીધું હતું.નિધિ રાજદાને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, એમને પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૦થી એમની નોકરી શરૂ થશે એમ કહેવામાં આવ્યું હતું. પછી, કોરોના મહામારીને કારણે એમની નોકરી જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે એમ કહેવામાં આવ્યું.નિધિ રાજદાનનો દાવો છે કે આ પછી જે કહેવામાં આવી રહ્યું હતું એમાં અનેક વહીવટી વિસંગતિઓ એમનાં ધ્યાને આવી.એમણે લખ્યુંકે, “પહેલાંતો મેં આ વિસંગતિઓ પર મહામારીને કારણે અપનાવવામાં આવેલા માપદંડો ગણીને ધ્યાન ન આપ્યું પરંતુ તાજેતરમાં મને એમાં જરા વધારે ગરબડ નજર આવી. આ પછી મે હાવર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો આ બાબતે સંપર્ક કર્યો. મને જે હાર્વડમાંથી મોકલવામાં આવેલી લાગતી હતી તે તમામ માહિતીઓ મેં એમની સાથે શૅર કરી.એમણે લખ્યું કે, ” યુનિવર્સિટીની તરફથી મળેલી જાણકારીને આધારે મને એ ખબર પડી કે હું એક વ્યવસ્થિત રીતે ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું.

ખરેખર તો મને હાવર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની કોઈ ઓફર થઈ જ નથી. હુમલાખોરોએ મારો વ્યક્તિગત ડેટા, કમ્યુનિકેશન ડિવાઇક અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મેળવેલી માહિતીઓનો ફિશિંગ હુમલામાં ઉપયોગ કર્યો હતો.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.