Western Times News

Gujarati News

કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો, બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર લગાવ્યો પ્રતિબંધ

લંડન, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ ટ્રાવેલ કોરિડોર પર બેન લગાવાવમાં આવ્યો છે. જાેનસને કહ્યું કે અનેક વ્યક્તિઓ જે બીજા દેશથી બ્રિટન આવી રહ્યા છે. તેમને આવતા પહેલા પોઝિટીવ ન હોવાના પુરાવા બતાવવા પડશે. આ પહેલા બ્રાઝિલમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રધાનમંત્રી જાેનસનનું કહેવું છે કે નવા નિયમ ઓછામાં ઓછા ૧૫ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. બ્રિટનના પીએમએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યુ છે જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા ૮૭ હજારને પાર કરી ગઈ છે. સરકારી આંકડા મુજબ શુક્રવારે કોરોના વાયરસથી ૫૫, ૭૬૧ મામવા સામે આવ્યા છે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે લગભગ ૨૦ લાખ થઈ ગઈ છે. જાેકે અનેક દેશોએ મહામારી પર કાબૂ મેળવવા માટે પોતાને ત્યાં રસીકરણ શરુ કરી દીધુ છે. પરંતુ ગરીબ અને ઓછા વિકસિત દેશોમાં રસી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે.

કોરોના વાયરસ ડિસેમ્બર ૨૦૧૯માં પહેલી વાર ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો. મૃત્યુ સંબંધી આંકડા બ્રસેલ્સ, મક્કા અને વિયેનાની આબાદી બરાબર છે. ઉલ્લેખનીય છે કે શરુઆતના ૧૦ લાખ લોકોના મોત ૮ મહિનામાં થયા હતા. પરંતુ આવનારા ૧૦ લાખ લોકો ૪ મહિનાથી પણ ઓછા સમયમાં મૃત્યુ પામ્યા છે. મોતના આંકડા દુનિયાભરમાં સરકારી એજન્સીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બિમારીના કારણે મૃત્યુની અસલ સંખ્યા વધારે હોઈ શકે છે. કેમ કે મહામારીની શરુઆતના દિવસોમાં મોત થવાના અનેક કારણો દર્શાવવામાં આવ્યા હતા.

બ્રાઉન યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિશેષજ્ઞ ડો. આશીષ ઝાએ કહ્યું કે ઘણા લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયએ અસાધારણ કામ કર્યુ છે. અમેરિકા, બ્રિટન, ઇઝરાઈલ, કેનેડા અને જર્મની જેવા સંપન્ન દેશોમાં લાખો લોકોને સુરક્ષા આપવાનું કામ શરુ કરી દેવાયું છે. તેમને ઓછામાં ઓછુ રસીનો એક ડોઝ આપી દેવાયો છે. અનેક દેશોમાં રસી પહોંચી નથી. અનેક વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે કે ઈરાન, ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં આ વર્ષ ભારે બેકાર હોઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.