Western Times News

Gujarati News

ટેરર ફડિંગ મામલે ખેડૂત નેતા સિરસાને એનઆઈએનું તેડું

નવી દિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ખેડૂત નેતા બળદેવસિંહ સિરસાને પૂછતાછ માટે બોલાવ્યા છે. આ પૂછતાછ ભારત વિરોધી સંગઠનો તરફથી અનેક એનજીઓને અપાયેલ ફંડિગના મામલામાં છે. એનઆઈએના સુત્રો મુજબ એનઆઈએએ લોકભલાઈ ઈન્સાફ વેલફેર સોસાયટીના અધ્યક્ષ બળદેવસિંહ સિરસાને પૂછતાછ માટે બોલાવ્યા છે. આ સંગઠન સરકારની સાથે ખેડૂતો તરફથી વાર્તામાં સામેલ છે. તેમની સામે આ પૂછતાછ અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના એક નેતા સામે નોંધાયેલ કેસના મામલામાં છે.

એનઆઈએના સુત્રો અનુસાર ૧૭ જાન્યુઆરીએ બળદેવસિંહ સિરસાની પૂછપરછ કરી શકાય છે. જણાવી દઈએ કે ખાલિસ્તાની સંગઠનો અને તેની સાથે જાેડાયેલ એનજીઓની ફંડિંગ આ સમયે એનઆઈએના રડાર પર છે. એનઆઈએએ ખાલિસ્તાની સંગઠન અને તેના દ્વારા એનજીઓને અપાતાં ફંડિંગનું લિસ્ટ તૈયાર કર્યું છે. એનજીઓ વિદેશથી મળેલાં ધનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરે છે. જણાવી દઈએ કે હાલમાં જ બ્રિટેન, કેનાડા અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ભારતના દૂતાવાસ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનમાં શીખ ફોર જસ્ટિસ, ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ જેવા અલગાવવાદી સંગઠનના લોકો સામેલ છે. ભારતમાં ખાલિસ્તાન આંદોલનને પ્રોત્સાહન આપવા માટે આ વિદેશી સંગઠનોએ અનેક એનજીઓને પૈસા આપ્યા છે. તેની તપાસ એઆઈએ સહિત અન્ય એજન્સીઓ કરી રહી છે.

સુત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલયે ૧૨ ડિસેમ્બરે એનઆઈએ, ઈડી, આટી,સીબીઆઈ,એફસીઆરએ ડિવિઝનના અધિકારીઓની એક બેઠક થઈ હતી. જે બાદ એ પ્લાન તૈયાર થયો કે શીખ ફોર જસ્ટિસ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ પર સકંજાે કસવા અને વિદેશી ફંડિંગની તપાસ કરાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.