Western Times News

Gujarati News

રેલવેની ઈ-કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે

નવી દિલ્હી, જાે તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગરમા-ગરમ મનપસંદ ખાવાનું ઇચ્છતા હો, તો આ સમાચાર તમારા માટે છે. રેલ્વે મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે પસંદગીના સ્ટેશનો પર ઇ-કેટરિંગની સુવિધા ફરી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. આ માટે રેલવે મંત્રાલય, આઈઆરસીટીસીને રેલવે બોર્ડ તરફથી લીલી ઝંડી મળી છે. જાે કે, હજી પણ ટ્રેનની પેન્ટ્રી કારમાં કોઈ ખોરાક નહીં મળે. ટ્રેનોમાં પહેલાની જેમજ ડબ્બા બંધ રેડી ટુ ઇટ ખાદ્ય પદાર્થ પીરસવામાં આવશે. તબક્કાવાર રીતે ટ્રેનો શરૂ કરવામાં આવી હતી ત્યારે લોકડાઉન બાદ રેલવેએ ટ્રેનોમાં પેન્ટ્રી કારમાં ફરીથી ખોરાક બનાવવાનો આદેશ આપ્યો ન હતો. એકમાત્ર પરવાનગી એ હતી કે પેન્ટ્રી કારમાં પાણી ગરમ કરી શકાય છે. જેથી તે જ પાણીથી, ઇન્સ્ટન્ટ ચા-કોફી અથવા ખાવા માટે તૈયાર ડબ્બામાં જ તૈયાર કરી શકાય. ઇ-કેટરિંગ સેવા પણ તે સમયે શરૂ કરવામાં આવી ન હતી.

ઇ-કેટરિંગ સેવા હેઠળ, મુસાફરો આઇઆરસીટીસી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી ભોજનનો ઓર્ડર આપે છે. તમે રેસ્ટોરન્ટમાં હોય તેવું જ મેનુ જાેઇ શકો છો. જલદી તમે તમારી ટ્રેનમાં બર્થ અથવા સીટ વિશેની માહિતી આપશો તો સ્ટેશન પર તમારી બેઠક પર ખોરાક પહોંચાડવામાં આવશે.

આઇઆરસીટીસીની આ સુવિધા દ્વારા મુસાફરો પોતાનુ મનપસંદ ખાવાનુ ઓનલાઈન મંગાવશે. હમણાં સુધી ફક્ત તૈયાર દાળ ચોખા, ઉપમા, પૌવા વગેરે ટ્રેનોમાં મળતું હતુ. બધા મુસાફરોને તે ગમતું નથી, કારણ કે લોકો ટ્રેનમાં સંપૂર્ણ થાળી ખાવા માંગે છે. હવે, જાે તેઓ ઇચ્છે, તો તેઓ ઢોસા સંભાર અથવા મુર્ગ મલાઈ અથવા તંદૂરી પરાઠા અને શાહી પનીરનો ઓર્ડર પણ આપી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.