Western Times News

Gujarati News

અમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિષ્ફળ રહી હોવાનું બાઇડને સ્વીકાર્યું

વોશિંગ્ટન, યુએસના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડને તેમના શાસનના પ્રથમ સો દિવસમાં 100 મિલિયન અમેરિકનોને રસી આપવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરતાં સ્વીકાર્યું હતું કે

દેશમાં રસીકરણની પ્રક્રિયા નિરાશાજનક રીતે નિષ્ફળ રહી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં રસીકરણની પ્રક્રિયા નિરાશાજનક રીતે નિષ્ફળ રહી છે અને અમે આજે પાંચ બાબતોની ચર્ચા કરી હતી.

અમારા શાસનના પ્રથમ સો દિવસમાં 100 મિલિયન અમેરિકનોને રસી આપવાના ધ્યેયને હાંસલ કરવા જરૂરી પાંચ બાબતો અંગે અમે ચર્ચા કરી છે. આ ધ્યેય હાંસલ કરવા બાબતે હું સ્પષ્ટ છું.

આ ધ્યેયને હિંમત અને દ્રઢતાથી હાંસલ કરવું જોઈએ કેમ કે દેશનું આરોગ્ય જોખમમાં છે. પ્રથમ તો અમે રાજ્યોને વધારે જૂથો માટે રસીકરણ શરૂ કરવા માટે જણાવીશું.

બાઇડને જણાવ્યું હતું કે પ્રાયોરિટી ગુ્રપની પસંદગી વિજ્ઞાાનના માપદંડને આધારે કરવામાં આવે છે પણ સમસ્યા તેના અમલની છે.

આજે તમે લોકોને પૂછસો તો તેઓ ક્યારે રસી મુકાવી શકશે તે બાબતે કોઈ જવાબ નહીં આપી શકે. તેમને એ ખબર નથી કે હાલ દેશમાં કોરોનાની રસીના લાખો ડોઝ વપરાયા વિના ફ્રીઝરમાં પડયા છે. જ્યારે જેમને રસીની જરૂર છે તેમને તે મળતી નથી.

યુએસમાં શુક્રવારે કોરોનાના નવા 216,769 કેસો નોંધાયા હતા. જે અગાઉની ત્રણ દિવસની સરેરાશની સરખામણીમાં ઓછા છે. જો કે મરણાંક અઠવાડિક સરેરાશ અનુસાર વધ્યો છે. ગયા સપ્તાહમાં દરરોજ 550 કરતાં વધારે લોકોના મોત થયા હતા.

દરમ્યાન કોરોનાના નવા દોઢ લાખ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 94,433,200 થઈ છે. જ્યારે 3658 જણાના મોત થવા સાથે કુલ મરણાંક 20,20,385 થયો છે.

ભારતમાં કોરોનાના નવા 7870 કેસો નોંધાવા સાથ કુલ કેસોની સંખ્યા 10,551,529 થઈ છે. બીજી તરફ સોમવારથી યુકેમાં બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકાના નવા વાઇરસનું આગમન યુકેમાં ન થાય તે માટે કડક પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.