Western Times News

Gujarati News

નવા ઘરમાં કરીનાએ પિતા અને બહેન સાથે સમય ગાળ્યો

મુંબઈ: બીજા બાળકના જન્મ પહેલા કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમૂર નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. કરીના કપૂરનું નવું ઘર જૂના ઘરથી એકદમ નજીક છે અને ખૂબ વિશાળ છે. નવા ઘરમાં શિફ્ટ થયા છે

કરીનાએ બહેન કરિશ્મા અને પિતા રણધીર કપૂર સાથે યાદગાર સાંજ વિતાવી હતી. કરીનાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરની ઝલક દર્શાવતી તસવીર શેર કરી હતી. તો લોલોએ બેબોના ઘરના ટેરેસ પરથી સુંદર તસવીર શેર કરી હતી. કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર નવા ઘરના બેડરૂમની તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં બેબો-સૈફના રૂમની વિશાળ બાલકની પણ જાેઈ શકાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ ટાઈલ્સ સાથેની બાલકનીમાં ખુરશી ટેબલ મૂકવામાં આવ્યા છે સાથે જ વિવિધ છોડ બાલકનીને હરિયાળી બનાવે છે. ઉપરાંત રૂમની દિવાલ પર સૈફ-કરીના અને નાનકડા તૈમૂરની વિવિધ તસવીરો પણ ફ્રેમ કરેલી જાેઈ શકાય છે.

આ તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું, ‘નવી શરૂઆતનો દરવાજાે. કરીનાના નવા ઘરે પિતા રણધીર કપૂર અને બહેન કરિશ્મા કપૂર પણ આવી પહોંચ્યા હતા. કરીનાના નવા ઘરની બહાર રણધીર કપૂર અને કરિશ્માએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. તસવીરમાં જાેઈ શકાય છે કે કરિશ્મા અને રણધીર બંને બ્લેક આઉટફિટમાં છે.

કરીનાના ઘરની ઓપન સ્પેસની સુંદર તસવીર કરિશ્મા શેર કરી છે. કરિશ્મા અને કરીનાએ ખુરશીમાં બેસીને પોઝ આપ્યો છે અને બેકગ્રાઉન્ડમાં લેમ્પ અને ફૂલ જાેઈ શકાય છે.

બ્લૂ કફ્તાનમાં મોમ-ટુ-બી કરીના મેકઅપ વિના સુંદર લાગતી હતી. કરિશ્માની સુંદરતા પણ બ્લેક હૂડી જેકેટમાં નિખરી હતી. આ તસવીર શેર કરતાં કરિશ્માએ લખ્યું, નવી શરૂઆત હંમેશા ખાસ હોય છે. સૈફ-કરીનાનું ઘર ડિઝાઈન કરનારા ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શિની શાહે કહ્યું હતું, સૈફ અને કરીનાનું નવું ઘર એક રીતે જાેવા જઈએ તો નવા ઘરનું વિસ્તરણ છે.

આ નવું ઘર એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તેમને જૂના ઘરમાં હોય તેવું લાગે. સાથે જ નવા ઘરમાં તેમના આવનારા બાળકને લઈને પણ કેટલાક ફેરફારો કરાયા છે. આ નવા ઘરમાં આવનારા બાળક માટે સુંદર નર્સરી છે અને તૈમૂર મોટો થઈ રહ્યો છે ત્યારે તેની જરૂરિયાતોને આધારે પણ રૂમ ડેકોરેટ કરાયો છે. આ નવું ઘર તેમના જૂના મકાન કરતાં ખૂબ મોટું છે અને વિશાળ જગ્યા છે. અહીં સુંદર ટેરેસ, સ્વીમિંગ પુલ, આઉટડોર એરિયા અને ખુલ્લી જગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.