Western Times News

Gujarati News

દર ૩.૫ મિનિટે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે

Files Photo

નવી દિલ્હી: ભારતમાં દર ૩.૫ મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં આશરે ૧૪ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જ્યારે ૫૦ હજારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બેદરકારી મુખ્ય કારણ હોય છે.

ઓવરસ્પીડ, ઓવરટેકિંગ, વગર હેલમેટે બાઈક ચલાવવી જેવી બેદરકારીને કારણે લોકો માર્ગ અક્સમાતને આમંત્રણ આપે છે. ભારતમાં મોટી સંખ્યામાં કોમ્યુટર્સ ઓફિસે અથવા તેમની વર્ક પ્લેસે પહોંચવા બાઈક્સ અને સ્કુટર ચલાવતા હોય છે.

એવું નથી કે કોમ્યુટર્સ કાર નથી ખરીદી શક્તા. પરંતું બાઈક વધુ માઈલેજ અને ઝડપી ચાલતી હોવાથી તેઓ બાઈક્સને વધુ પસંદ કરે છે. જાે કે એક વાત તમે જાણીને ચોંકી જશો કે આપણા ભારતમાં દર ૩.૫ મિનિટે એક માર્ગ અકસ્માતની ઘટના બને છે. જેમાં એક વ્યક્તિનું મોત થાય છે.

ભારતમાં અત્યારસુધીમાં યુદ્ધમાં જેટલા જવાનો શહીદ નહીં થયા હોય તેના કરતા વધુ લોકો માર્ગ દુર્ઘટનામાં એક વર્ષમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં આશરે ૧૪ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જ્યારે ૫૦ હજારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આવામાં તેમની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થાય છે.

જાે તમે ૨ વ્હીલ વાહન ચલાવી રહ્યાં છો તે સુરક્ષા પ્રત્યે જરા પણ ઢીલાશ આપવી જાેઈએ નહીં. અહીં અમે તમને જણાવીશું કે બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું જાેઈએ. હેલમેટ પહેરવું ન માત્ર તમને ચાલાન આપવાથી બચાવે છે, પરંતુ તમારી સુરક્ષા પણ કરે છે. બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે હંમેશા સારી ક્વોલિટીનું હેલમેટ પહેરવું જાેઈએ.

ખાસ વાત એ કે હેલમેટમાં આઈએસઆઈનું માર્કિંગ હોવું જરૂરી છે. હેલમેટ તમારા માથામાં બરાબર ફીટ થાય તે પણ જરૂરી છે. રસ્તા પર હેલમેટ વેચતા લોકો અનેકવાર ડુપ્લીકેટ આઈએસઆઈ માર્કવાળુ અથવા લો ક્વોલિટીનું હેલમેટ વેચતા હોય છે. આ હેલમેટના ઓછા પૈસા હોવાથી લોકો આ હેલમેટ ખરીદે છે. આપણો જીવ કિંમતી છે, માટે હેલમેટ લેવા સમયે તમામ તકેદારી રાખવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.