પોલીસે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો જાેઈએ: અમિત શાહ
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. દિલ્હીમાં ગૃહ મંત્રીએ પ્લાજમા ડોનર સાથે મુલાકાત કરી અને તેની સાથે જાેડાયેલી એપ લોન્ચ કરી. આ દરમિયાન અમિત શાહે દિલ્હી પોલીસના કામના વખાણ કર્યા. શાહે કહ્યું કે પોલીસે સમાજની સાથે ખભાથી ખભો મેળવીને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો જાેઈએ. કોરોના કાળમાં દિલ્હી પોલીસે એવું જ કર્યુ છે. જેનાથી જનતાનો ભરોસો પોલીસ એડમિનિસ્ટ્રેશન પર વધારે મજબૂત થયો છે.
કોરોના સંકટ અને વેક્સીનેશન પર અમિત શાહે કહ્યું કે વર્ષ ૨૦૨૦ સમગ્ર દુનિયા માટે પડકાર લઈને આવ્યુ હતુ. પડકાર એ હતો કે કોરોના સંકટથી કેવી રીતે બહાર આવી શકાય. ભારત માટે આ મોટો પડકાર હતો. પરંતુ આપણે કોરોનાની વિરુદ્ધ લડાઈ સારી રીતે લડ્યા. આપણે તમામ પડકારનો સામનો કર્યો. જેમાં દિલ્હી પોલીસે ખાસ કરીને સારુ કામ કર્યુ છે.
શાહે કહ્યું કે ચાહે દિલ્હીના રમખાણો દરમિયાન કાયદાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની હોય, લોકડાઉનની ગાઈડલાઈનનું પાલન કરાવવાનું હોય, પ્રવાસી કામગારોને ઘરે મોકલવાનું હોય, ખેડૂત આંદોલનને શાંતિ પૂર્વક મેનેજ કરવાનું હોય, દિલ્હી પોલીસે આ તમામ મામલામાં પોતાની તત્પરતા અને સુઝબુઝતાનો પરિચય આપ્યો છે. એટલા માટે પોલીસ ટેક્નોલોજી સેલનું ગઠન કરવામાં આવ્યુ છે કે જે પોલીસના કામ કાજ માટે વિભિન્ન ટેક્નોલોજીની આયાત, ઉપયોગ અને સમયાનુસાર વુદ્ધિ તરીકે કામ કરશે.આ કાર્યક્રમ પહેલા દિલ્હીની સુરક્ષા પર પોલીસ અધિકારીઓની સાથે ગૃહ મંત્રી અમિત શાહની બેઠક થઈ. જાણકારી મુજબ આ બેઠકમાં ખેડૂત આંદોલન પર પણ ચર્ચા થઈ. ત્યારે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સિંધુ બોર્ડર પર દિલ્હી પોલીસ અને ખેડૂતોની વચ્ચે બેઠક શક્ય છે.HS