Western Times News

Gujarati News

આપના ધારાસભ્ય સોમનાથ ભારતી જેલમાંથી મુકત

સુલ્તાનપુર, પંચાયત ચુંટણીના પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપવાથી કાનુની શિકંજામાં ફસાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હીના પૂર્વ કાનુન મંત્રી સોમનાથ ભારતીને આજે જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે.
આ સંબંધમાં મુક્તિનો આદેશ સોમવારે જારી કરવામાં આવ્યો હતો સદર કોતવાલીમાં દાખલ કરાવવામાં આવેલ અપરાધિક મામલામાં એમપી એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિનોદ કુમાર બરનાવલે ૧૬ જાન્યુઆરીના રોજ જામીન અરજી સુનાવણી બાદ સ્વીકાર કરતા આરોપી ધારાસભ્યોને જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો હતો.

એ યાદ રહે કે મામલાનો રિપોર્ટ અતુલ સિંહે ૧૧ જાન્યુઆરીએ નોંધાવ્યો હતો ધારાસભ્યને કોર્ટે ૧૫ જાન્યુઆરીએ ન્યાયિક અભિરક્ષામાં લેતા જેલ મોકલ્યા હતાં બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ધારાસભ્યને ૫૦ હજારના વ્યક્તિગત બંધપત્ર અને આટલી જ રકમની બે જામીન દાખલ કરવા પર સશર્ત જામીન આપી હતી.

ધારાસભ્યના વકીલ સુરેન્દ્ર બહાદુર સિંહ ભદૌરિયાએ જણાવ્યું હતું કે સોમવારે જામીનદારો તરફથી દાખલ જામીન પ્રપત્રોની સત્યાપન રિપોર્ટ આવ્યા બાદ ધારાસભ્યની મુક્તિના આદેશ કોર્ટ તરફથી જીલ્લા જેલ સુલ્તાનપુર મોકલવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.